જે ઘરની મહિલાઓ કરે છે આ કામ, તે ઘરમાં ક્યારેય નથી આવતા મા લક્ષ્મી

આખી દુનિયામાં મહિલાઓને વિશેષ સન્માન આપવામાં આવે છે, અને ખાસ કરીને ભારતમાં તો મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવે છે. એટલે કે દેવી સમાન મહિલાઓની પૂજા-અર્ચના પણ થાય છે. અને દરેક શુભકામમાં મોટાભાગે મહિલાઓ ને આગળ રાખવામાં આવે છે અને તેના હાથે જ શુભ કામ કરાવવામાં આવે છે. એટલું જ નહિ મહિલાઓને દુર્ગા, સરસ્વતી તેમજ મા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. અને કદાચ એટલા માટે જ કહેવાય છે કે જે ઘરમાં મહિલાઓ વિધિપૂર્વક પૂજાપાઠ કરે છે તે ઘરમાં ક્યારેય કોઇ ચીજની ખામી પડતી નથી. એવી જ રીતે મહિલાઓ જો અમુક કામ કરે તો ઘરમાં ઉંધા પરિણામ પણ આવી શકે છે, ચાલો જાણીએ…

જે ઘરમાં મહિલાઓ અમુક નિયમોનું ઉલ્લંઘન કરે તો માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને ઘરમાં આર્થિક ખામી થી માંડીને પારિવારિક સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. આથી માન્યતા પ્રમાણે આજે આપણે તમને જણાવશુ કે મહિલાઓએ ક્યા કામ ન કરવા જોઈએ.

માન્યતા છે કે મહિલાઓએ અમુક વસ્તુ વિશેષ ધ્યાન રાખવું જોઈએ કારણકે ચીજવસ્તુઓ નો ઉલ્લંઘન થઇ જાય તો ઘરમાં પારિવારિક સમસ્યાઓ, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ સર્જાઇ શકે છે. આથી મહિલાઓએ ભૂલથી પણ અમુક કામ ન કરવા જોઈએ જેમ કે

જો કોઈ મહિલા ઘરના આંગણે બેસીને કે બીજા શબ્દોમાં કહીએ તો ઉમરે બેસીને ભોજન કરે તો તેના ઘરમાં ધનનો અભાવ રહે છે.

ઘણી વખત સૂર્યોદય પછી આપણે ઘર સાફ કરતા હોય છે. પરંતુ માનવામાં આવે છે કે સાંજના સમયે સૂરજ ડૂબ્યા પછી સાવરણી લગાવવામાં આવે તો એ ઘરની પ્રગતિ થતી નથી.

એવી રીતના જો મહિલાઓ દરવાજાને પગ મારે તો તેના ઘરમાં હંમેશા ગરીબી નો માહોલ રહે છે. અને તેની ગરીબી દૂર થતી નથી.

જે ઘરના રસોડા માં એઠા વાસણ પડયા રહેતા હોય છે, એ ઘરમાં ધન ક્યારેય ટકી શકતો નથી. અને આર્થિક તંગી નો સામનો કરવો પડે છે.

જે ઘરમાં મહિલાઓ દરરોજ નહાતી ન હોય, તે ઘરમાં પણ આર્થિક તંગી રહ્યા કરે છે.

એવી જ રીતે જો મહિલા ઘરમાં પૂજા પાઠ ન કરતી હોય તો પણ ઘરમાં આર્થિક સંકટ બનેલું રહે છે.

એવી જ રીતના જે મહિલાઓ પોતાનાથી મોટા વડીલોનું માન સન્માન ન જાળવી શકતી હોય, અથવા તેને માન ના આપતી હોય તો એમાં પણ ઘરમાં આર્થિક તંગી જણાય છે.

જે મહિલાઓ સવારે મોડે સુધી સુઈ રહે એવી મહિલાઓના ઘરમાં પણ માતા લક્ષ્મી ની કૃપા થતી નથી.

એવી જ રીતના જો લોકો સાવરણીને પગથી અડકે તો તેના કારણે પણ એવું માનવામાં આવે છે કે તે ઘરમાં લોકો સુખી રહી શકતા નથી.

જે મહિલાઓને વાતે વાતે ઝઘડવાની ટેવ હોય, આવી ટેવના કારણે પણ ઘરમાં ક્યારેય માતા લક્ષ્મી આવતી નથી. આથી ક્યારેય મહિલાઓએ ઝગડવું જોઈએ નહીં.

આનાથી બચવા માટે શું કરવું જોઈએ?

એવી માન્યતા છે કે ઉપર રહેલા કામ કરવાથી આર્થિક સંકટ કે મુસીબતોનો સામનો કરવો પડે છે, તો એમાં માતા લક્ષ્મીની ઘરમાં કૃપા વરસાવવા માટે આવા કામો કરવા જોઈએ નહીં. અને દરરોજ વેહલુ જાગીને સ્નાન કરીને દેવ દર્શન કરવા જોઈએ. તેમજ લક્ષ્મીજીની આગળ નમન કરીને પ્રાર્થના કરવી જોઈએ, જેથી માતા લક્ષ્મીની કૃપા બની રહે.

Read more

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team

૧૦ વર્ષ સુધી એક જ શર્ટ કેમ પહેરતો હતો આ પિતા? જાણીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે!

દામજીભાઈના હાથમાં રહેલી ચાની કીટલીનું વજન આજે કંઈક વધારે લાગતું હતું. સવારના પાંચ વાગ્યા હતા અને હજુ અંધારું હતું. રસોડાના લાકડાના ટેબલ પર એક ખૂણો થોડો

By Just Gujju Things Team