Site icon Just Gujju Things Trending

આજે દિવાળીના દિવસે મંગળનું થશે રાશિ પરિવર્તન, આ રાશિઓ ને મળશે દિવાળીની ગિફ્ટ

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અમુક રાશિમાંથી અમુક રાશિમાં ગ્રહો સ્થળાંતર કરે ત્યારે તે રાશિઓને તેમજ બીજી બધી રાશિઓને તેની અસર જોવા મળે છે. આ આસન લાભદાયી પણ હોઈ શકે છે અને ઘણી ખરી રાશિઓ માટે અશુભ પણ હોઈ શકે છે, પરંતુ આ પરિવર્તનને કારણે ઘણા લોકોને ઓચિંતો લાભ થતો હોય છે.

7 નવેમ્બર 2018 એટલે કે આજના રોજ મંગળ મકર રાશિ માટે કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં વાત કરીએ તો મને બધા ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે. એટલે કે ભૂમિપુત્ર મંગળનું કુંભ રાશિમાં આગમનને લીધે ૧૨ રાશિઓ પર કેવો પ્રભાવ પડે છે તેના વિશે જાણીએ.

મેષ રાશિમાં મંગળ નો પ્રભાવ શુભ સાબિત થઈ શકે, આ સમય પોતાના શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવાનો યોગ બનાવે છે. અને મંગળની શુભતા પામવા માટે આ જાતકોએ મંગળ યંત્ર ધારણ કરવો જોઈએ.

વૃષભ રાશિમાં મંગળ દસમ એટલે કે દસમા ભાવમાં હશે. વૃષભ રાશિમાં આ ફળ અશોક પણ હોઈ શકે. આવા લોકોએ પોતાના સંતાન પ્રત્યે સચેત રહેવું. જો કોઈ લોકો નોકરીની તલાશમાં હોય તો તેવા લોકો માટે સમય સારો રહેશે, ઉપાય માટે મંગળ ચંડિકા સ્તોત્રનો પાઠ કરવો.

મિથુન રાશિ માટે પણ આ પરિવર્તન અશુભ ફળ આપી શકે છે. નાની કે સૂક્ષ્મ બીમારી થવાની શક્યતા છે, ઉપાય માટે સુગંધિત રૂમાલ ખિસ્સામાં રાખવા જોઈએ. અને ખાસ કરીને રૂમાલ નો કલર નારંગી હોવો જોઈએ.

કર્ક રાશિમાં મંગળ અષ્ટમભાવમાં હશે. આમાં આ લોકોએ પોતાના સ્વાસ્થ્યને લઈને ધ્યાન રાખવાની જરૂર છે. અને શાંતિ માટે મંગળ ગ્રહ શાંતિનું વિધાન કરવું જેનાથી લાભ થાય.

સિંહ રાશિ માટે આ ફળ થોડું અશુભ હોઈ શકે, ખાસ કરી દાંપત્યજીવનમાં કલેશનો પ્રવેશ થઈ શકે. ઉપાય માટે આવા લોકો એ મંગળાગૌરી વ્રત કરવું.

કન્યા રાશિ માટે આ પરિવર્તન નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી શકે, ન્યાયીક સમસ્યાઓ થઈ શકે. અને આ સમય દરમ્યાન શત્રુઓથી સાવધાન રહેવું.

તુલા રાશિમાં મંગળ પાંચમા સ્થાનમાં હશે. અહી મંગળ પોતાની શત્રુ રાશિમાં છે એટલે આ ફળ અશુભ હોઈ શકે. જાતકો ને સંતાન તરફથી દુઃખ મળવાની શક્યતા છે.

વૃશ્ચિક રાશિમાં લોકો માટે આ પરિવર્તન મિશ્ર છે. જો કુંડળીમાં મંગળ હોય તો શુભ ફળ આપે નહિતર અશુભ ફળ આપે છે. આ રાશિના લોકો સરકારી નોકરી ની તૈયારી કરી રહ્યા હોય તો તેઓ માટે આ સારો સમય છે.

ધન રાશિના લોકો માટે આ પરિવર્તન સુખદાયી છે. આ લોકોને સંતાન તરફથી ઉત્તમ સુખ અને લાભ પ્રાપ્ત થઇ શકે.

મંગળ રાશિ ના લોકો માટે આ પરિવર્તન મિશ્ર છે. એટલે કે સંતાન પ્રત્યે સતર્ક રહેવું અને અમુક ઉપાય જેવા કે બપોરે બાળકોને ગોડ ચણા વગેરે આપવાથી અશુભ પ્રભાવથી બચી શકાય. અને લાભ મળી શકે.

કુંભ રાશિના લોકો માટે આ પરિવર્તન મિશ્રા હોઈ શકે છે. જાતકના લગ્નમાં અચાનક વિલંબ થવાની સંભાવના છે, સાથે સુખ શાંતિ માટે જાતક શ્રી મંગળ અષ્ટોત્તરશત નામાવલી નો પાઠ કરવા.

મીન રાશિના લોકો માટે આ પરિવર્તન સારુ નીવડશે, કારણ કે અહીં મંગળ સુખદાયી છે. પરંતુ સાથે સાથે જાતકોના લગ્નમાં વિલંબ થઈ શકે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version