માણસ મહેનતથી આગળ વધે છે કે તેના નસીબથી? બે મિનીટ લાગશે પણ વાંચવાનુ ચુકતા નહી
એક લારી લઈને નાનો વેપારી ખૂબ જ નિષ્ઠાથી ધંધો કરતો, પરંતુ આ બીજા વેપારીઓ કરતા ખૂબ જ અલગ હતો. ભલે તેની પાસે લારી હતી પરંતુ તે બીજા વેપારીઓ કરતા ખૂબ જ અલગ તરી આવતો કારણ કે આ માણસને કોઈપણ વિષય ઉપર વાત કરવાની ખૂબ જ મજા આવતી.
ઘણી વખત તો ત્યાં આવેલા ગ્રાહકો સામે અલકમલકની વાતોએ ચડી જતો તો તેને કહેવું પડતું કે ભાઈ હવે જરા મોડું થાય છે, જલ્દીથી મને વડાપાવ આપી દે પરંતુ તેની વાત ખતમ જ ન થતી.
એક દિવસે અચાનક તેની સાથે કર્મ અને નસીબ ઉપર વાતો ચાલુ થઈ ગઈ. કર્મ અને ભાગ્ય એટલે કે નસીબ એ બે માંથી મોટું કોણ, કોનું મહત્વ વધારે આવી વાતો સાંભળવા માટે આજે થોડો સમય પણ હતો આથી એને કહ્યું કે ચાલો આજે તારા પણ વિચારો જોઈ લઈએ, ત્યાર પછી મેં એને એક સવાલ પૂછ્યો.
મેં એને સવાલ પૂછ્યો કે, માણસ મહેનતથી આગળ વધે છે કે તેના નસીબથી? પછી તેને જે જવાબ આપ્યો એ જવાબ સાંભળીને મારા મગજમાં રહેલા કચરાનું જાણે સ્વચ્છ ભારત અભિયાન થઈ ચૂક્યું હોય તે રીતના બધો કચરો સાફ થઈ ગયો.
એ જવાબ એ એટલો સુંદર હતો કે, એને હું મારા પૂરતો રાખવા માંગતો ન હતો. આથી મેં બધા જોડે શેર કર્યો. મારો સવાલ સાંભળીને એ લારીવાળાએ મને કહ્યું સાહેબ તમારું કોઇ પણ બેંકમાં ખાતું તો હશે?
એટલે મેં કહ્યું જી, એક નહીં ઘણી બેંકોમાં ખાતા છે. આથી એના મને પૂછ્યું કે ખાતું હશે તો, કોઈ એક બેંકમાં લોકર પણ હશે?
મેં કહ્યું, જી છે ને પણ તું મારા પ્રશ્નનો જવાબ તો આપ? આથી એને કહ્યું કે, હું એ જ આપી રહ્યો છું સાહેબ. તેને મને કહ્યું તે લોકરની ચાવી છે ને એ જ આ સવાલનો જવાબ છે.