મારા બેગમાં આ પ્લાસ્ટીકની થેલી કોણે મૂકી? ઘરે જઈને પૂછ્યું તો તેની માતાએ એવો જવાબ આપ્યો કે…
એક યુવાન અંદાજે ૨૬ થી ૨૭ વર્ષની ઉંમર હશે, હમણાં બે વર્ષ પહેલાં જ તેને નોકરી લાગી હતી અને તે દરરોજ નોકરી કરવા જઈ રહ્યો હતો. કમ્પ્યુટર એન્જિનિયરિંગ પૂરું કર્યું હોવાથી એ ક્ષેત્રમાં સારી એવી નોકરી લાગી ચૂકી હતી અને કમાણી પણ સારી એવી કરી લેતો હતો.
તેના પરિવારમાં તે પોતે તેના માતા-પિતા અને એક ના કેમ ચાર વ્યક્તિ હતા. આખો પરિવાર હળી-મળી ના રહેતો હતો.
દરરોજ સવારે નોકરીએ જતા પહેલા આખો પરિવાર સાથે જ નાસ્તો કરવાનો રાખતો અને પરિવાર સાથે બેસીને જ રાતનું જમવાનું હતું.
એક દિવસ સવારે તે પોતાનું ટીફીન લઇ ને નીકળી રહ્યો હતો અને તરત જ આ દિવસે ઉતાવળ થઇ ચુકી હોવાથી ફટાફટ ઓફિસે જવા નીકળી ગયો. ઓફિસે પહોંચીને કાયમની જેમ તેના ઘરે ફોન કર્યો નહીં કોઈ કારણોસર તેના મગજમાં ઘરે ફોન કરવાનું નીકળી ગયો. આથી તે ઘરે ફોન કરી શક્યો નહીં અને કામમાં વ્યસ્ત થઈ ગયો.
થોડા સમય પછી તેની બેગ માં થી એને કોઈ વસ્તુની જરૂર હોવાથી બે ખોલ્યું તો અંદર એક નાનકડી પ્લાસ્ટિકની થેલી નજરે આવી. તે વિચારમાં પડી ગયો કે મેં તો આ થેલી મારા બેગ માં મૂકી જ નથી તો આ પછી મારા બેગમાં કોને મૂકી હશે? ક્યાંથી આવી હશે? આવું વિચારતો રહ્યો.
રિસેસનો ટાઈમ પડ્યો એટલે સમયસર તે ને જમી પણ લીધું અને તરત જ તેને યાદ આવ્યું કે આજે સવારે પહોંચી ને ઘરે ફોન કર્યો નથી, પછી વિચાર્યું કે હશે એક દિવસ ભૂલી ગયો એમાં શું ચાલશે સાંજે પાછો ઘરે જવાનું છે ને. આટલું વિચારીને મનોમન જ નક્કી કરી નાખ્યું અને ઘરે ફોન કર્યો નહીં.
જોતજોતામાં સમય વીતતો ગયો અને સાંજ પડી ગઈ, વાતાવરણ આજે કંઈક દરરોજ કરતા અલગ જ લાગી રહ્યું હતું તેમ છતાં તેને વિચાર્યું કે ઘર વહેલામાં વહેલી તકે પહોંચી જવું સારું. આથી ઓફિસેથી રજા લઈને તે ઘરે જવા નીકળી ગયો. તેના બેગમાં કોને થેલી મૂકી હશે એ જ વિચારમાં આખો દિવસ તેનો નીકળી ગયો. અને વિચારતો જ રહ્યો કે મારી બેગ માં આખરે આ પ્લાસ્ટીકની થેલી કોણે મૂકી હશે?
અંતે તે વિચારમાં ને વિચારમાં ટિફિન લઈને ઘરે જવા નીકળી ગયો, રસ્તામાં અચાનક જ વાતાવરણ વધુ પલટાયું અને વરસાદ આવ્યો, તેની સાથે અગત્યના ડોક્યુમેન્ટ અને મોબાઇલ તેમજ વોલેટ ક્યાં રાખવો તેની મૂંઝવણ થવા લાગી એવામાં ફરી પાસે પ્લાસ્ટિકની થેલી યાદ આવી એટલે તરત જ સાચવીને થેલીમાં મૂકી દીધું. અને ઘરે થોડીવાર પછી પહોંચી ગયો. ઘરે પહોંચીને દરરોજની જેમ ટિફિન પાછો મૂકી દીધું અને તરત જ પહોંચી ને પહેલા તેની મમ્મીને સવાલ પૂછ્યો કે તમને ખબર છે કે આખરે મારા બેગમાં કોને પ્લાસ્ટિકની થેલી મૂકી હતી?