મારા બેગમાં આ પ્લાસ્ટીકની થેલી કોણે મૂકી? ઘરે જઈને પૂછ્યું તો તેની માતાએ એવો જવાબ આપ્યો કે…

મમ્મી એ સવાલ સાંભળીને તરત જ સામે એક સવાલ પૂછી નાખ્યો કે આજે પહોંચીને કેમ ફોન કર્યો ન હતો?

તરત જ દીકરાએ જવાબ આપતા કહ્યું મમ્મી હવે દરરોજ ફોન કરવાનો મને કંટાળો આવે છે, અને કોઈ વખત ભુલાય પણ ગયું હોય. કોઈ વખત ત્યારે સામેથી પણ ફોન કરી લેવાય. પણ મેં તને પૂછ્યું એનો જવાબ આપ.

અરે કંઈ વાંધો નહીં દીકરા મને લાગ્યુ જ હતું કે પહોંચીને તરત તું કામ માં પડી ગયો હશે, એટલે મેં તારી સિક્યુરિટી કેબિન માં ફોન કરીને તારા સમાચાર મેળવી લીધા હતા કે તું પહોંચી ગયો છે.

અને રહી વાત પ્લાસ્ટિકની થેલીની તો એ તો મેં જ તારા બેગમાં મૂકી હતી. તો તેના દીકરા એ તરત જ આશ્ચર્ય સાથે પૂછ્યું પરંતુ તે શા માટે મૂકી હતી? એટલે તેની માતાએ તેના દીકરાના માથા પર હાથ ફેરવીને જવાબ આપતા કહ્યું કે દીકરા હવે ધીમે ધીમે ચોમાસુ શરૂ થવા લાગ્યું છે ગમે ત્યારે વરસાદ પડી શકે છે તો જ્યાં હોય ત્યાં બાઇક લઇને આવજા કરે છે. આવી પરિસ્થિતિમાં જો રસ્તામાં વરસાદ ચાલુ થઈ જાય તો તારી પાસે રહેલા કીમતી સામાન્ય ગમે ત્યારે આ પ્લાસ્ટીકની થેલીમાં મૂકી શકે છે એટલા માટે જ મેં તારી બેગમાં આ થેલી રાખી દીધી હતી.

માત્ર આ એક જવાબમાં જાણે કેટલાય જવાબ છુપાયેલા હોય તેમ તેમનો દીકરો તેની સામે જોઈ રહ્યો થોડીવાર સુધી કશું બોલયો જ નહીં અને પછી તરત જ દીકરો અને માતા બન્ને ભેટી પડ્યા, દીકરા એ તરત જ તેની માતાને કહ્યું સોરી મેં આજે તને પહોંચી ગયાનો ફોન ન કર્યો, અને જમવા બેઠો હતો ત્યારે મને યાદ પણ આવ્યું હતું પરંતુ મેં તને ફોન ન કર્યો.

સ્ટોરી તો અહીં પૂરી થઈ જાય છે, અને આ લેખને સ્ટોરી ના સમજતા કારણકે આ કોઈપણ લોકો સાથે બની શકે તેવી ઘટના છે, આપણે હંમેશા માતા-પિતાને ઘણી વખત ઈગ્નોર કરતા હોઈએ છીએ પરંતુ તે આપણો ત્યાં રાખવામાં કશે કચાસ છોડતા નથી.

જો આ સ્ટોરી તમને પસંદ પડ્યો હોય તો દરેક લોકો સુધી શેર કરજો અને આ સ્ટોરી ને કમેન્ટમાં રેટિંગ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts