નસ પર નસ ચડી જાય ત્યારે કરો આ ઘરેલુ ઉપાય
આપણા માનવ શરીર ની રચના એ અદ્વિતીય છે એ તો તમે જાણતા જ હશો. વિજ્ઞાન કદાચ ગમે તેટલું આગળ વધી જાય તો પણ આપણા શરીરની અમુક વસ્તુ આપણા શરીરમાં બેજોડ છે એટલે કે વિજ્ઞાન પાસે પણ એનો કોઈ જોડ નથી. આજે આપણે વાત કરવાના છીએ નસ પર નસ ચડી જવા વિશે. અથવા બીજા શબ્દોમાં આપણી કહીએ તો અંદર શરીરની રહેલી માંસપેશીઓ ટ્વીચ થઈ જાય છે.
આવા વખતે અચાનક જ તમને ખૂબ દુખાવો થવા લાગે છે અને આ દુખાવો અસહ્ય હોય તેવુ મહેસુસ થાય છે. મોટાભાગે આપણે પગ અથવા સાથળ મા આ સમસ્યા થતી હોય છે.
જણાવી દઈએ કે આ સમસ્યા એ ખરેખર એક સાધારણ પ્રક્રિયા છે. પણ જ્યારે પણ આ પ્રક્રિયા થાય ત્યારે ખૂબ જ દુખાવો થાય છે અને કદાચ જો રાતના ઊંઘમાં પણ નસ ચડે તો આપણે સફાળા જાગી જઈએ છીએ.