નસ પર નસ ચડી જાય ત્યારે કરો આ ઘરેલુ ઉપાય
નસ ચડે ત્યારે થોડીક મિનિટો પૂરતું આપણને અસહ્ય દુખાવો થાય છે. ઘણા લોકોને આ સમસ્યા રાત્રીના સૂતા વખતે પણ થાય છે જે ખરેખર અસહ્ય છે.
પગ માં નસ પર નસ ચડવાના ઘણાં કારણો હોય છે. ક્યારેક અમુક ગોળી ખાવાથી જેમકે બ્લડપ્રેશરની અથવા કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ આ સિવાય વધારે પડતું આલ્કોહોલ નું સેવન, ડાયાબિટીસ,ડાયરિયા, ડિહાઇડ્રેશન વગેરે પણ એક સમસ્યા હોઈ શકે છે.
અમુક ઘરેલુ ઉપાય થી આ સમસ્યાનો સામનો કરી શકાય છે.
- જેમ કે જો તમને નસ પર નસ ચડી જાય તો જે પગમાં નસ ચડી હોય એ બાજુના હાથની વચ્ચેની આંગળી ના નખની નીચેનો ભાગ દબાવો અને મૂકી દો આ રીતે ઠીક ન થાય ત્યાં સુધી કરો.
- અગમચેતી માટે સૂતા સમયે જ પગ નીચે તકિયો રાખીને સૂવાથી પણ અટકાવી શકાય છે.
- નસ પર નસ ચડે ત્યારે આરામ કરો અને પગને બને એટલી ઊંચાઈ પર રાખી શકો છો.
- જ્યાં નસ ચડી હોય એ ભાગમાં ઠંડો બરફનો શેક કરવાથી પણ ફેર પડે છે. દિવસમાં ત્રણ ચાર વખત પંદર મિનિટ શેક કરવો.
- ઉપર કહ્યું તેમ આલ્કોહોલ, નશીલા પદાર્થો, સિગરેટ તમાકુ વગેરે નું સેવન કરવું નહીં.
- જો તમારું વજન વધારે પડતું હોય તો તેને ઘટાડવું જોઇએ. અથવા જોગિંગ કરવાથી પણ પગની નસો મજબૂત થાય છે.
- વધારે ફાઇબર વાળો ખોરાક લેવાનું વધુ પસંદ કરવું. જેમકે શાકભાજી, ઘઉંની બ્રેડ ફળો વગેરે. અને રિફાઇન્ડ ખોરાક ખાવાનો ટાળવો.
Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.