પડોશીએ પૂછ્યું તમારા દીકરા-વહુ આટલા બધા દિવસ થી સાસરે છે, અજીબ નથી? તો દીકરાની માતાએ એવો જવાબ આપ્યો કે બધા પડોશીઓ સાંભળીને…
એવામાં રેખાબેન બોલ્યા અચાનક જ પોતાનો પતિ ગુમાવી ચૂકેલી શીતલ ની માતા ની હાલત જોઈને પણ મને સારું નથી લાગતું. અને શીતલના માતા-પિતાને સંતાનમાં શીતલ એક જ છે બીજું કોઈ સંતાન હોય તો તેને આવા મુશ્કેલીના સમયે પરિવારને સંભાળી શકે. પરંતુ તેઓને સંતાનમાં શીતલ એક જ છે…
હજુ રેખાબેન કંઈ આગળ બોલવા જાય તે પહેલા પેલી મહિલાએ કહ્યું શું તમે પણ રેખાબેન, તમે તમારો દીકરો સાસરે ઘર જમાઈ બનીને રહે એમાં ખુશ છો? આવો સવાલ કર્યો એટલે તરત જ રેખાબેન બોલ્યા ઘર જમાઈ, એટલે શું વળી? મને તો એટલી ખબર છે કે જેમ શીતલ અને સન્નીના એક મા-બાપ અહીં છે એવી જ રીતે ત્યાં પણ છે.
અને એટલા માટે જ કદાચ કહેવામાં આવે છે કે જ્યારે લગ્ન થાય છે ત્યારે માત્ર દીકરા દીકરી નો સંબંધ નથી જોડવામાં આવતો, પરંતુ બંને પરિવારનો સંબંધ એકબીજા સાથે થાય છે. જ્યારે વહુ પોતાના સાસરે તેના સસરા ને અને સાસુને પોતાના માતા-પિતાની જેમ અપનાવે અને પોતાના માતા-પિતાની જેમ તેના સાસુ-સસરા ને રાખે તેમજ પ્રેમ કરે તો સામે દીકરાનો પણ ફરજ બને છે કે તે પણ પત્ની ના માબાપ નું સન્માન કરે અને આદર આપે. અને અત્યારના સમયે તો મારો દીકરો સન્ની તેની ફરજ બજાવી રહ્યો છે… રેખાબેન એક જ શ્વાસમાં આટલું બધું ભૂલી ગયા એટલે ત્યાં ઉભેલી મહિલાઓ ના ચહેરાના હાવભાવ ફરી ગયા. કોઈપણ મહિલા પાસે આ પ્રશ્ન માટે એક પણ શબ્દ તૈયાર નહોતો.
હજુ કોઇ પણ મહિલા કંઈપણ બોલે તે પહેલાં ફરી પાછું રેખાબેન બોલ્યા, અને આમ પણ મારુ ઘર છે તો મારો દીકરો અહીં રહે ત્યાં રહે, એ નિર્ણય પણ મારો હોવો જોઈએ અને મારા દીકરા વહુને મારે કેમ રાખવા એ પણ મારે જ નક્કી કરવાનું છે. આટલી વાત કહી રેખાબેન શાકભાજી સમારતા સમાનતા ત્યાંથી ઊભા થઈને ફરી પાછા પોતાના ઘરમાં જતા રહ્યા.
ત્યાં ઉભેલી બધી મહિલાઓ એકબીજા સામે જોવા લાગી પરંતુ કોઈપણ મહિલા પાસે કશું બોલવા માટે એક પણ શબ્દ ન બચ્યો હતો…
શું તમે સેન્ડવીચ માં આઈસ્ક્રીમ જોયો છે? જુઓ નીચે વિડીયોમાં તદ્દન અલગ પ્રકારની આઈસ્ક્રીમ સેન્ડવીચ ???
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.
First published on justgujjuthings.com