પડોશીએ પૂછ્યું તમારા દીકરા-વહુ આટલા બધા દિવસ થી સાસરે છે, અજીબ નથી? તો દીકરાની માતાએ એવો જવાબ આપ્યો કે બધા પડોશીઓ સાંભળીને...

સોસાયટીમાં લાઈટ જતી રહી એટલે ઉનાળાનો સમય હોવાથી સાંજના સમયે ઘરની ગરમીથી કંટાળીને સોસાયટીની મહિલાઓ બહાર બેઠી હતી. રેખાબેન પણ બહાર આવ્યા એટલે બધા મહિલાઓમાંથી એક મહિલાએ રેખાબેન ને પૂછ્યું… રેખાબેન, તમારી વહુ અને દીકરો સન્ની કેમ જોવા નથી મળતા હમણાંથી? શું એ લોકો કશે ગયા છે?

રેખાબેન એ જવાબ આપતા કહ્યું મારી વહુ શીતલ થોડા સમય પહેલા તેના પિતાનું આકસ્મિક નિધન થવાથી પિયર ગઈ છે, અને સની પણ ત્યાં જ ગયો છે.

રેખાબેન જવાબ આપતા હાથમાં શાકભાજી ની થાળી માં શાકભાજી સમારી રહ્યા હતા.

રેખાબેન નો જવાબ સાંભળીને બીજી એક મહિલાએ તરત જ કહ્યું એક જ શહેરમાં વહુ નું પિયર હોય એનું આ જ નુકસાન છે.

એટલે તરત જ રેખાબેને કહ્યું લે એમાં વળી નુકસાન શેનું?

પેલી મહિલાએ જવાબ આપતા કહ્યું અરે તમારી વહુ ના પિતા ના અવસાન થયા ને તો પંદર દિવસ જેવું થઈ ગયું છે, હવે કદાચ વહુ ન વિચારે તો તમારા દીકરા સન્નીએ તો વિચારવું જોઈએ ને... આવી રીતના દીકરાઓ તેના સાસરે લાંબા સમય સુધી રહે તે સારું ન લાગે. ખરું ને? આટલું કહેતાં કહેતાં તે મહિલા હસવા લાગી…

રેખાબેન એ પૂછ્યું આટલા સમય સુધી દીકરા સાસરામાં રહે તે કોને સારું ન લાગે?

પેલી મહિલાએ જવાબ આપ્યો અરે મારા કહેવાનો મતલબ એમ છે કે જે પણ લોકો વાત સાંભળે તેને કેવું અજીબ લાગે, દીકરો પોતાના માતા પિતાને છોડીને સાસરે રહેવા ગયો છે? આટલું કહીને તે મહિલાએ બીજા મહિલાઓ સામે જોયું અને બીજી મહિલાઓ જાણે તેની વાતને સમર્થન આપી રહી હોય એમ ચહેરાના હાવભાવ બનાવી રહી હતી…

એવામાં રેખાબેન બોલ્યા અચાનક જ પોતાનો પતિ ગુમાવી ચૂકેલી શીતલ ની માતા ની હાલત જોઈને પણ મને સારું નથી લાગતું. અને શીતલના માતા-પિતાને સંતાનમાં શીતલ એક જ છે બીજું કોઈ સંતાન હોય તો તેને આવા મુશ્કેલીના સમયે પરિવારને સંભાળી શકે. પરંતુ તેઓને સંતાનમાં શીતલ એક જ છે…

હજુ રેખાબેન કંઈ આગળ બોલવા જાય તે પહેલા પેલી મહિલાએ કહ્યું શું તમે પણ રેખાબેન, તમે તમારો દીકરો સાસરે ઘર જમાઈ બનીને રહે એમાં ખુશ છો? આવો સવાલ કર્યો એટલે તરત જ રેખાબેન બોલ્યા ઘર જમાઈ, એટલે શું વળી? મને તો એટલી ખબર છે કે જેમ શીતલ અને સન્નીના એક મા-બાપ અહીં છે એવી જ રીતે ત્યાં પણ છે.

અને એટલા માટે જ કદાચ કહેવામાં આવે છે કે જ્યારે લગ્ન થાય છે ત્યારે માત્ર દીકરા દીકરી નો સંબંધ નથી જોડવામાં આવતો, પરંતુ બંને પરિવારનો સંબંધ એકબીજા સાથે થાય છે. જ્યારે વહુ પોતાના સાસરે તેના સસરા ને અને સાસુને પોતાના માતા-પિતાની જેમ અપનાવે અને પોતાના માતા-પિતાની જેમ તેના સાસુ-સસરા ને રાખે તેમજ પ્રેમ કરે તો સામે દીકરાનો પણ ફરજ બને છે કે તે પણ પત્ની ના માબાપ નું સન્માન કરે અને આદર આપે. અને અત્યારના સમયે તો મારો દીકરો સન્ની તેની ફરજ બજાવી રહ્યો છે... રેખાબેન એક જ શ્વાસમાં આટલું બધું ભૂલી ગયા એટલે ત્યાં ઉભેલી મહિલાઓ ના ચહેરાના હાવભાવ ફરી ગયા. કોઈપણ મહિલા પાસે આ પ્રશ્ન માટે એક પણ શબ્દ તૈયાર નહોતો.

હજુ કોઇ પણ મહિલા કંઈપણ બોલે તે પહેલાં ફરી પાછું રેખાબેન બોલ્યા, અને આમ પણ મારુ ઘર છે તો મારો દીકરો અહીં રહે ત્યાં રહે, એ નિર્ણય પણ મારો હોવો જોઈએ અને મારા દીકરા વહુને મારે કેમ રાખવા એ પણ મારે જ નક્કી કરવાનું છે. આટલી વાત કહી રેખાબેન શાકભાજી સમારતા સમાનતા ત્યાંથી ઊભા થઈને ફરી પાછા પોતાના ઘરમાં જતા રહ્યા.

ત્યાં ઉભેલી બધી મહિલાઓ એકબીજા સામે જોવા લાગી પરંતુ કોઈપણ મહિલા પાસે કશું બોલવા માટે એક પણ શબ્દ ન બચ્યો હતો…

શું તમે સેન્ડવીચ માં આઈસ્ક્રીમ જોયો છે? જુઓ નીચે વિડીયોમાં તદ્દન અલગ પ્રકારની આઈસ્ક્રીમ સેન્ડવીચ ???

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

First published on justgujjuthings.com

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team