Site icon Just Gujju Things Trending

સફળતા કોને મળે છે? આ વાત સમજાવતી એક સત્યઘટના, અચુક વાંચજો અને આગળ વંચાવજો!

સફળતા ક્યારેય કોઈ નાના કે મોટા કામ સાથે જોડાયેલી હોતી નથી. સફળતા તો નાનું કે સાધારણ કામ પણ અસાધારણ રીતે કરવામાં સમાયેલી છે.

નવી નવી ફાઉન્ટન પેન ચલણમાં આવી ત્યારે જ્યોર્જ પાર્કર નામના એક યુવાનને પેન ની એક દુકાનમાં કારકુન તરીકે નોકરી મળી. પેન ની હજુ તો શરૂઆત હતી એટલે વારંવાર બગડી જતી અને લોકો ફરિયાદ કરતા હતા. પેન બરાબર ન ચાલે તો એને રીપેર કરી આપવાની કે બદલી આપવાની કોઈ ગેરંટી આપવામાં આવતી નહોતી.

જ્યોર્જ તો સામાન્ય કારકુન છતાં ગ્રાહકને સંતોષ થાય એ રીતે રીપેર કરી આપવાનો પ્રયાસ કરતો. દુકાનમાં જ નહીં, પણ ઘરે લઈ જઈને પોતાના અંગત સમયે, રજાના દિવસોમાં બરાબર ન ચાલતી પેન રીપેર કરતો.

એમના આ વધારાના પ્રયાસનું જતે દિવસે પરિણામ એ આવ્યું કે પેન બનાવનાર કંપની ફાઉન્ટેન બાબતે વિશેષ જાણકારી ધરાવતો થઈ ગયો. એને વિચાર આવ્યો કે એ પોતે જ હવે સારી, ટકાઉ અને આકર્ષક બનાવે તો?

બસ, પછી તો નોકરી સિવાયના મળતા સમયમાં સારામાં સારી પેન કેવી રીતે બનાવી શકાય એ માટેના પ્રયોગો શરૂ કર્યા. છેવટે એણે ઉત્તમ પ્રકારની પેન તૈયાર કરી, એના માટેની પેટન્ટ લીધી અને પેન નું ઉત્પાદન એણે પોતાની ફેક્ટરીમાં શરૂ કર્યું.

આમ પેન ની દુકાનમાં સામાન્ય કામગીરી કરતા કરતા પણ રીપેરીંગ જેવા સાધારણ કામ ને રસપૂર્વક અંજામ આપનાર જ્યોર્જ એસ. જગતની પ્રખ્યાત Parker પેન કંપનીના સ્થાપક બન્યો.

ટૂંકમાં, જે માણસ પોતાના કામ તરફ અણગમો દાખવે છે. એ કામના બોજ હેઠળ દબાઇ ને હાંસિયામાં ધકેલાઈ જાય છે. જ્યારે કામને ચાહનાર માણસ સિદ્ધિના શિખરે પહોંચે છે. બીજા શબ્દોમાં કહીએ તો, સફળતા એને મળે છે, જે બીજા કરતાં એક ડગલું આગળ વધે છે.

ઘણી વખત આપણી આજુબાજુ એવા લોકો હોય છે જે ખુબ સફળ હોય છે, પરંતુ તેની પાછળ નું રહસ્ય જાણવાની કોશિષ કરજો, કારણ કે બની શકે કે તમને વધુ એક પ્રેરણાદાયક કિસ્સો સાંભળવા મળી જાય!

એવી જ રીતે એક મેસેજ વોટ્સએપ માં એમ પણ આવેલ કે તમે સફળ ન થાઓ ત્યાં સુધી દુનિયાને તમારી સ્ટ્રગલ માં કોઈ રસ હોતો નથી, આ વાત સાચી કે કેમ? તમે જ કમેન્ટ માં જણાવજો 😉

આવી બીજી પ્રેરણાદાયક સ્ટોરી વાંચવા આપણું પેજ લાઈક કરી નાખજો, અને તમારા મિત્રો સાથે શેર કરજો તેમજ દરેક ગ્રુપ માં મોકલજો!

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version