પીવો આ જ્યુસ, લીવર થી લઈને બ્લડ પ્રેશરની બીમારીઓ રહેશે દૂર
કોળા, આનું નામ સાંભળ્યું છે? જો હા તો તમને ખબર જ હશે કે એ શું વસ્તુ છે, ઈંગ્લીશમાં તેને પંપકિન કહેવામાં આવે છે. અને ગુજરાતીમાં તેને કોળા કહેવાય છે. કોળા નો ઉપયોગ ઘણી રીતના થાય છે. ઘણી વખત લોકો શાકમાં પણ કોળા નો ઉપયોગ કરે છે.
શું તમે કોળાનું શાક ખાધું છે? જો ખાધું હશે તો ખબર હશે કે તે ઘણું સ્વાદિષ્ટ હોય છે. ઘણા લોકોને ત્યાં કોળાનુ શાક બનતું હોય છે. જણાવી દઈએ કે માત્ર સ્વાદમાં જ નહીં પરંતુ શરીર માટે એટલે કે સ્વાસ્થ્ય માટે પણ ઘણુ ફાયદાકારક છે. આને ખાવાથી શરીરમાં ઉર્જા મળે છે.
આ સિવાય ઉપરાંત ઘણા લોકો તેનું જ્યૂસ પણ પીતા હોય છે. જણાવી દઈએ કે આનુ જ્યુસ કિડની માટે, લીવર માટે અને બ્લડ પ્રેશરની સમસ્યાઓમાં રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. આના જ્યૂસમાં એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન, પોટેશિયમ, Phosphorus, કેલ્શિયમ, મેગ્નેશિયમ, બીટા કેરોટીન, આયન વગેરે જેવા તત્વો રહેલા હોય છે. જે બધા તત્વ ગુણોથી ભરપૂર છે. અને એટલે જ આ જ્યુસને તે ગુણકારી બનાવે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે.
સૌપ્રથમ જાણી લઈએ કે કઈ રીતે બનાવવું જોઈએ, આના માટે સામગ્રીમાં જેટલા કોળા લો એટલા જ બટેટા અને તેનાથી બે ગણા ગાજર લઈને તે બધાને અલગ અલગ રસ કાઢી નાખો. હવે તૈયાર થયેલા ત્રણે જ્યૂસને અને ત્રણ ચમચી એવોકેડો ને પા એટલે કે એક ચોથાઈ કપ દૂધમાં મિક્સ કરી લો. પછી તેને ઠંડુ થવા માટે 30 મિનિટ ફ્રીજમાં રાખી દો. અને ત્યારબાદ તેમાં ફુદીના ના પાન નાખીને પીવો. હવે જાણીએ કે આ પીવાથી શું ફાયદો મળે છે.
જ્યારે પણ કિડનીમાં પથરીની સમસ્યા હોય અથવા ગોલ બ્લેડરમાં પથરીની સમસ્યા હોય ત્યારે દસ દિવસ સુધી આનું સેવન કરવાથી બંને સમસ્યાથી છુટકારો મળી જાય છે.
આપણી શરીરની અંદર ઘણી માત્રામાં ધમનીઓ રહેલી છે જેમાં જો ટોક્સિન ઉત્પન્ન થાય તો શરીરમાં સમસ્યા ઉભી થઇ શકે છે, પરંતુ આ જ્યુસનુ સેવન કરવાથી ધમનીઓ detox તો કરે જ છે સાથે સાથે તેની દીવાલને કઠણ થતાં પણ રોકે છે જેથી રદય ને લગતી બીમારીઓ અને રદય રોગના હુમલાથી બચી શકાય છે.