પાકિસ્તાન અને POK મા ભારતીય વાયુ સેના દ્વારા કરવામાં આવેલ એર strike પછી એલઓસી પર પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી. પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરીને સતત ગોળીબાર કરવામાં આવી હતી. અને અમુક સેક્ટરમાં પાકિસ્તાને ટેકનો પણ ઉપયોગ કર્યો હતો. જેમાં અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર 10 ભારતીય જવાનો ઘાયલ થયા હતા.
જ્યારે પાકિસ્તાન તરફથી ગઈકાલે સાંજે 6.30 વાગ્યાથી સીઝફાયરનું વાયોલેશન કરવામાં આવ્યું હતું. જેમાં એલ ઓ સી ની 12-15 જગ્યાઓ પર હેવી કેલિબર વેપન્સ નો ઉપયોગ થયો હતો. તેમાં ભારત ના અમુક જવાનો ઘાયલ થયા હતા. ભારતીય જવાનોએ આની જવાબી કાર્યવાહીમાં તેને જવાબ આપવાનો ચાલુ કર્યો હતો. અને એ પણ સખ્ત રીતે જવાબ આપવાનો ચાલુ કર્યો હતો.
બાલાકોટ સહિત આશરે ત્રણ જગ્યા પર એર strike કર્યા બાદ પાકિસ્તાન તરફથી એલ.ઓ.સી પર સીજફાયરનું ઉલ્લંઘન કરીને મંગળવારે રાત્રે તેમજ બુધવારે સવારે પણ સતત ગતિવિધિઓ કરવામાં આવી હતી. જુદી જુદી જગ્યા પર ગોળીબાર અને મોર્ટાર ફેંકવામાં આવ્યા હતા. અને ભારતની જવાબી કાર્યવાહી પછી ડરી ગયેલા પાકિસ્તાને અમુક જગ્યાએ ટેન્કનો ઉપયોગ કર્યો હતો.
ભારતની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાનને ભારે નુકસાન
પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરાયા બાદ સતત ગોળીબાર વરસી રહી હતી. એવામાં ભારતીય સેનાએ તેનો જવાબ આપતા પાકિસ્તાનના 5 પોસ્ટને નષ્ટ કરી નાખ્યા હતા. આ સિવાય પાકિસ્તાની રેન્જર્સ ને પણ કરી નાખ્યા હતા. જોકે આની કોઈ સંખ્યા સામે આવી નથી. ગોળીબારના કારણે રાજૌરી માં સરહદ ની આજુબાજુ રહેલા પાંચ કિ.મી વિસ્તારમાં બધી સ્કુલ બંધ કરાવી દીધી હતી.
પંજાબમાં પણ ભારત-પાકિસ્તાનની બોર્ડર હોવાને કારણે ત્યાં તણાવ હતો. જે તણાવના કારણે જ ઘણા એરપોર્ટ પર પણ ઓપરેશન રોકી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ પરિસ્થિતિને જોતા આ એરપોર્ટના ઓપરેશન પાછા ચાલુ કરી દેવામાં આવ્યા હતા.
ભારતે પાકિસ્તાનની 5 પોસ્ટ નષ્ટ કરી હતી, આની જાણ ન્યુઝ એજંસી ANI એ આપી હતી, સાથે જણાવ્યું હતું કે પાકિસ્તાન માં પણ કેઝ્યુઅલીટી થઈ છે.
Pakistan initiated unprovoked ceasefire violation y’day at 6:30 pm onwards by shelling with heavy calibre weapons in 12-15 places along LoC. Indian Army retaliated for effect & our focused fire resulted in severe destruction to Pak’s 5 posts & number of casualties to Pak Army. pic.twitter.com/zPgE3iSrun
— ANI (@ANI) February 26, 2019
જણાવી દઈએ કે ભારત જે રીતે એલ.ઓ.સી થી 70 કિલોમીટર દૂર જઈને સખત તૈયારી સાથે એર strike કરી છે, તેનાથી પાકિસ્તાન માં રહેલા ઘણા આતંકીઓના કેમ્પ ને નષ્ટ કરી નાખ્યા હતા. આ વાત વિદેશ મંત્રી આજે કહી હતી.