પાકિસ્તાનનું ફાઈટર જેટ ભારતીય સીમામાં ઘૂસી ગયું, ઇન્ડિયન એર ફોર્સ પીછો કરીને ઉડાવી દીધું
અને આ તોડીપડેલું વિમાન ત્રણ કિલોમીટર પાકિસ્તાની ક્ષેત્ર લામ વૈલી પડ્યું હતું. પહેલા એવા સમાચાર મળ્યા હતા કે ભારતીય સીમામાં બે વિમાનો એ પ્રવાસ કર્યો હતો અને બાદમાં તેને ભગાડી દેવામાં આવ્યા હતા. હવે તાજા જાણકારી અનુસાર ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનું વિમાન તોડી પડાયું છે. ભારતીય વાયુ સેનાએ તેનો પીછો કરીને તેના ઉપર હુમલો કર્યો છે. અને હાલ સીમા ઉપર ખુબજ તણાવનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.
અને આ બધાની વચ્ચે દિલ્હીમાં પણ સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલય એ મહત્વની બેઠક બોલાવી હતી. અને આ ઉચ્ચસ્તરીય બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ મોજૂદ હતા. આ મિટિંગમાં દેશની આંતરિક સુરક્ષાના વ્યવસ્થાને લઈને ચર્ચા કરવામાં આવી છે.
પાકિસ્તાન આપણી એર strike કર્યા બાદ ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ ભારતીય સેના સંપૂર્ણ રીતે તૈયાર છે અને હાઈ એલર્ટ પર છે. દિલ્હી મુંબઇ સહિત ગુજરાતના શહેરોને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અને જણાવી દઈએ કે ભારત દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાની મીડિયા અને સંસદમાં અફડાતફડી મચી ગઇ છે. પાકિસ્તાની સાંસદોએ ગઈકાલે જવાબી કાર્યવાહીની માંગ કરી હતી.
જોકે પાકિસ્તાનના લડાકુ વિમાનો જેવા અંદર ઘુસ્યા કે તરત જ જવાબી કાર્યવાહીમાં ભારતીય વાયુ સેનાએ તેને પાછા ભગાડી દીધા હતા. વાયુસેનાનું આ એક બીજુ સાહસ પણ સામે આવી રહ્યું છે. હજી પૂરા સમાચાર બહાર આવ્યા નથી એવો પણ જણાવાઈ રહ્યું છે કે એક ઇન્ડિયન એર ક્રાફ્ટ પણ ક્રેશ થયું છે. પરંતુ આ ની હજી અધિકારિક રીતે જાણકારી મળી નથી.