તેઓએ આગળ કહ્યું હતું કે દુનિયાની કોઈપણ ખરાબ તાકાત એવી નથી જે ભારતની એકતાને તોડી શકે. રાષ્ટ્રીય શોક ની આ ઘડીમાં એક નાગરિક ના રૂપમાં અને સાથે એક કોર્પોરેટ નાગરિકના રૂપમાં અમે બધી રીતે આપણી સશસ્ત્ર સેના અને આપણી સરકાર ના સાથે છીએ.
તેઓએ આગળ જણાવ્યું હતું કે શહીદો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતા રિલાયન્સ ફાઉન્ડેશન તેના બાળકો ના ભણતર અને રોજગાર, તેમજ તેના ઘર ખર્ચની જવાબદારી ઉઠાવવા માટે તૈયાર છે. અને જો જરૂર પડી તોઅમારી હોસ્પિટલો ઘાયલ થયેલા જવાનોને બેસ્ટ સારવાર આપવા માટે તૈયાર અને તત્પર છે.
આ સહિત તેઓએ ઉમેર્યું હતું કે જો સરકાર તેને કોઈ બીજી જવાબદારી આપે તો તેઓ તે પણ ઉઠાવવા તૈયાર છે.
પૃષ્ઠોઃ Previous page