PM મોદીનું પાકિસ્તાનને અલ્ટિમેટમ: બહુ સહન કર્યું, હવે ઘરમાં ઘૂસીને મારીશું

છેલ્લા ઘણા દિવસોથી દેશની પરિસ્થિતિ અલગ થઈ ગઈ છે, દેશની સુરક્ષામાં પણ ઘણો વધારો કરવામાં આવ્યો છે. સાથે-સાથે આતંકીઓને શોધીને મારવા માટે હજુ પણ ઓપરેશન ચાલુ છે. એવામાં પ્રધાનમંત્રીએ પણ પાકિસ્તાનને કડક શબ્દોમાં અલ્ટીમેટમ આપી દીધું હતું, ચાલો જાણીએ શું કહ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાછલા બે દિવસથી ગુજરાત માં છે. ત્યારે એને ઘણી એવી વાતો કરી છે જેમાં દરેક વખતે આતંકવાદને લઈને ચર્ચાઓ થતી હોય છે. હાલમાં સવારે અમદાવાદમાં જનસભાને સંબોધિત કરતા તેમને આતંકવાદીઓના આકાઓને અત્યાર સુધીની સૌથી મોટી વોર્નિંગ આપી દીધી છે, તેને ખૂબ જ કડક ભાષામાં જણાવ્યું હતું કે, ‘ આ નવુ ભારત છે, આતંક ની સામે ક્યારેય ઝુકશે નહી, ગણી ગણીને બદલો લેશે અને જરૂરત પડશે તો દુશ્મન ના ઘરે જઈને પણ હિસાબ ચૂકતો કરશે.’ તેના ઉમેર્યું હતું કે ૪૦ વર્ષથી આતંકવાદ ભારત ની છાતીમાં ગોળીઓ દાગી રહ્યો છે, પરંતુ વોટબેંકની રાજનીતિમાં ડૂબેલા લોકો તેના વિરુદ્ધ કદમ ઉઠાવવાથી ડરે છે.

આ સિવાય તને સભામાં કહ્યું હતું કે “મને સત્તાની ખુરશી નીપરવા નથી, મને ચિંતા મારા દેશ અને દેશના લોકોની સુરક્ષાની છે. હવે હું વધારે રાહ જોઈ શકું તેમ નથી. ગણી ગણીને હિસાબ લેવાની મારી આદત જ છે.”

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts