PM મોદીનું પાકિસ્તાનને અલ્ટિમેટમ: બહુ સહન કર્યું, હવે ઘરમાં ઘૂસીને મારીશું

છેલ્લા ઘણા દિવસોથી દેશની પરિસ્થિતિ અલગ થઈ ગઈ છે, દેશની સુરક્ષામાં પણ ઘણો વધારો કરવામાં આવ્યો છે. સાથે-સાથે આતંકીઓને શોધીને મારવા માટે હજુ પણ ઓપરેશન ચાલુ છે. એવામાં પ્રધાનમંત્રીએ પણ પાકિસ્તાનને કડક શબ્દોમાં અલ્ટીમેટમ આપી દીધું હતું, ચાલો જાણીએ શું કહ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાછલા બે દિવસથી ગુજરાત માં છે. ત્યારે એને ઘણી એવી વાતો કરી છે જેમાં દરેક વખતે આતંકવાદને લઈને ચર્ચાઓ થતી હોય છે. હાલમાં સવારે અમદાવાદમાં જનસભાને સંબોધિત કરતા તેમને આતંકવાદીઓના આકાઓને અત્યાર સુધીની સૌથી મોટી વોર્નિંગ આપી દીધી છે, તેને ખૂબ જ કડક ભાષામાં જણાવ્યું હતું કે, ‘ આ નવુ ભારત છે, આતંક ની સામે ક્યારેય ઝુકશે નહી, ગણી ગણીને બદલો લેશે અને જરૂરત પડશે તો દુશ્મન ના ઘરે જઈને પણ હિસાબ ચૂકતો કરશે.’ તેના ઉમેર્યું હતું કે ૪૦ વર્ષથી આતંકવાદ ભારત ની છાતીમાં ગોળીઓ દાગી રહ્યો છે, પરંતુ વોટબેંકની રાજનીતિમાં ડૂબેલા લોકો તેના વિરુદ્ધ કદમ ઉઠાવવાથી ડરે છે.

આ સિવાય તને સભામાં કહ્યું હતું કે “મને સત્તાની ખુરશી નીપરવા નથી, મને ચિંતા મારા દેશ અને દેશના લોકોની સુરક્ષાની છે. હવે હું વધારે રાહ જોઈ શકું તેમ નથી. ગણી ગણીને હિસાબ લેવાની મારી આદત જ છે.”

પાકિસ્તાનને સખત ભાષામાં આડે હાથ લેતા કહ્યું હતું કે આતંકવાદીઓ ચાહે સાત પાતાળ નીચે જઈને છુપાઈ જાય, પણ અમે એને છોડીશું નહિ. અમે સાત પાતાળથી પણ નીકાળીને તેને મારીશુ.

આ સભામાં તેઓ ખુબ જ આક્રમક પ્રહારો કરતા નજરે આવ્યા હતા. અને તેના અંદાજથી પણ ચોખ્ખું દેખાઈ રહ્યું હતું કે હવે આતંકવાદીઓની ખેર નથી, પછી ચાહે તે ગમે ત્યાં છુપાઈને રહે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુ સેના એ કરેલી એર સ્ટ્રાઈક ને પ્રેસ કોન્ફરન્સમાં વાયુ સેનાના વડાએ કહ્યું હતું કે આતંકવાદીઓ વિરુદ્ધ આ એક માત્ર શરૂઆત છે, હાજી આતંકવાદી વિરોધી ઓપરેશન પૂરું થયું નથી. હજુ પણ ચાલુ જ છે.

આ સિવાય પણ તેને સભામાં કહ્યું હતું કે જો વાયુસેનાનું આ મિશન ફેલ થઇ જાત તો રાજીનામુ કોનું માંગવામાં આવે? તેને કહ્યું હતું કે અમે જે પ્રોજેકટનો શિલાન્યાસ કરીએ, તેનું ઉદ્ઘાટન પણ અમે જ કરીએ છીએ. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરી રહ્યા છીએ, તો ઉદઘાટન પર પણ અમે જ હાજર રહીશું. તેઓએ કીધું કે, “ અમારી સરકાર ની વિશેષતા એ છે કે એક કામ ખતમ થાય અને બીજું કામ શરૂ થઈ જાય છે. એક કામ ખતમ થયા પછી અમે સુતા હોતા નથી અને બીજા કામ ની તૈયારી કરીએ છીએ.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team