પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ઘણા પગલાં ભરી ચૂક્યા છે. જેમાં મુખ્યત્વે વાત કરીએ તો ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવી છે, અને એ પણ સામાન્ય નહિ પરંતુ ૨૦૦ ટકા વધારી દેવામાં આવી છે.
આ સિવાય બીજા પગલામાં બોલીવુડ તરફથી પણ નક્કી કરાયું છે કે પાકિસ્તાનના કલાકારોને કામ નહીં આપવામાં આવે. આ પણ એક મોટું પગલું છે. આ સિવાય અજય દેવગણ એ ટ્વિટ કરીને પણ માહિતી આપતા જણાવ્યું હતું કે તેની ફિલ્મ ટોટલ ધમાલ ને પાકિસ્તાનમાં રિલીઝ કરવામાં આવશે નહીં.
આ પગલાઓ લીધા પછી હવે એક બીજું મોટું પગલું લીધું છે. પાકિસ્તાનની વિરુદ્ધમાં કડક પગલાં ભરતા હવે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે ભારત તરફથી 3 નદીઓ ઉપર પ્રોજેક્ટ બનાવવામાં આવશે જેના કારણે પાકિસ્તાન જઈ રહેલું પાણી હવે પંજાબ અને જમ્મુ કશ્મીર ની નદીઓમાં પ્રવાહિત કરવા માં આવશે.
આ ફેસલો લેતા પહેલા નીતિન ગડકરીએ બુધવારે જણાવ્યું હતું કે પાકિસ્તાન જઈ રહેલી ત્રણ નદીઓ ના પાણી ને પાછું જમુના નદી માં લાવવામાં આવશે.