વધતું પ્રદુષણ કઈ રીતે શરીરને કરે છે નુકસાન?
જે લોકોને સમાચાર વાંચવાની આદત હશે તેઓને ખબર હશે કે થોડા સમય પહેલા દિવાળી વખતે ભારતનું સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં અમદાવાદનું પણ નામ આવ્યું હતું. એટલે કે અમદાવાદ નું પ્રદુષણ પણ એ હદે બગડ્યું હતું કે ત્યાંની હવાની ક્વોલિટી હેઝાર્ડસ થઈ ગઈ હતી.
અને દિવાળીની રાત્રે અમે કરેલા એક સર્વે અનુસાર જેટલું પ્રદૂષણ દિલ્હીમાં હતું એટલું જ અને એના કરતા પણ વધારે અમદાવાદમાં નોંધાયું હતું. એટલે કે ધીરે-ધીરે પ્રદૂષણ આપણને નુકસાન કરી શકે છે. પરંતુ કઈ રીતે નુકસાન કરે અને શરીરમાં ક્યાં નુકસાન કરે તે જાણવું જરૂરી છે.
હમણાં થયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી હતી કે કિડની શરીરનુ સંવેદનશીલ અંગ છે. ખાસ કરીને વાત જ્યારે પર્યાવરણીય ટોકસીન તત્વો ની હોય તો આપણા લોહીના પ્રવાહમાં પ્રવેશ કરી શકે છે. પ્રદૂષિત હવામાન અમુક ઔદ્યોગિક પ્રક્રિયા દુષિતમાટી પાણી હવા વગેરે ભળીને PFAS ના સંપર્ક માં આવે છે. PFAS ના સંપર્ક કરવાથી કિડની પર શું પ્રભાવ પડે તેના વિશે અધ્યયન કરવામાં આવ્યું હતું.
અને આ નું અધ્યયન કરતાં આ વાત સામે આવી હતી કે આના પ્રભાવથી કિડની ઠીક રીતે કામ ન કરી શકે તેવું પણ થઈ શકે છે.