રાષ્ટ્રગીત સાથે જોડાયેલી રોચક વાતો તમે 99% નહીં જાણતા હોવ, નંબર 10 કોઈને ખબર નહીં હોય

ભારત નું રાષ્ટ્રગીત એટલે કે જનગણમન જે દરેક સરકારી વિભાગ સરકારી પ્રોગ્રામ વગેરેમાં સાંભળવામાં આવતું હોય છે. અને આ એક દેશની એકતાનું પ્રતિક તો છે જ પરંતુ સાથે સાથે દેશની શાન પણ છે.

આપણા દેશની શું પરંપરા છે તેને દર્શાવવા માટે પણ આ રાષ્ટ્રગીતમાં દેશનો ઇતિહાસ જણાવવામાં આવ્યો છે. તમે સ્કૂલ-કોલેજો થી માંડીને લગભગ દરેક જગ્યાએ રાષ્ટ્રગીત સાંભળ્યું હશે, દરેક લોકો આને ગર્વ થી ગાય છે પરંતુ તમને ખબર છે કે રાષ્ટ્રગીત શું કામ બનાવવામાં આવ્યું હતું? આ બનાવવાનું કારણ શું છે? અને એવા જ ઘણેજ રોચક હકીકતો જે તમે રાષ્ટ્રગીત વિશે નથી જાણતા તેના વિશે આજે વાત કરવાના છીએ…

કોઈપણ ગીત અથવા કવિતા ને રાષ્ટ્રગીતનો દરજ્જો આપવા માટે અધિનિયમ પાસ કરવો પડે છે, જ્યાં સુધી સરકાર તેને પાસ નથી કરતી ત્યાં સુધી આખા દેશમાં રાષ્ટ્રગીત તરીકે તે લાગુ થતું નથી.

ભારતના સંવિધાન દ્વારા હિન્દી સંસ્કરણ ના રાષ્ટ્રગીતને 24 જાન્યુઆરી,1950 ના રોજ અપનાવવામાં આવ્યું હતું.

રાષ્ટ્ર ગીત કોને લખ્યું છે, એ લગભગ દરેક લોકો જાણતા હશે. પરંતુ જણાવી દઈએ કે રવીન્દ્રનાથ ટાગોરે આ ગીતને બંગાળી ભાષામાં લખ્યું હતું.

બહુ ઓછા લોકોને ખબર હોય છે કે રાષ્ટ્રગીત માટે 52 સેકન્ડનો સમય નક્કી કરવામાં આવ્યો છે, કદા પણ આનાથી વધુ સમયમાં આ ગીત ગાવામાં આવતું નથી.

જણાવી દઈએ કે આને સૌપ્રથમવાર 27 ડિસેમ્બર 1911 ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વાર્ષિક સંમેલન ના બીજા દિવસે ગાવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સંમેલન કોલકાતામાં થયું હતું.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts