એર સ્ટ્રાઈક થી ફફડેલા પાકિસ્તાને બૉલીવુડ સામે ભર્યું આ પગલું
જમ્મુ કશ્મીર માં થયેલા હુમલા પછી ભારત એ પોતાની જવાબી કાર્યવાહી માં પુરા જોશ સાથે નોન મિલિટ્રી એક્શન કરીને આતંકવાદીના કેમ્પને ઉડાવી દીધા હતા. આ એક્શન માં તેના ૩૦૦ થી વધુ આતંકિઓ મારી નખાયા હતા. ભારત દ્વારા કરેલી આ એર સ્ટ્રાઈક થી ભારત ના નાગરીકોએ એરફોર્સ ના ભરપુર વખાણ કર્યા હતા.
ભારત ના આ પગલા ને લઈને ફફડેલું પાકિસ્તાન હવે પુરી રીતે ડઘાઈ ગયુ છે. તેની મીડીયા થી લઈને ઓફિશીયલ લોકો કંઈક ને કંઈક જુઠ્ઠાણુ ફેલાવી રહ્યા છે. જેમાં ગઈ કાલે પાકિસ્તાની મિડીયા માં ૨૦૧૪ અને ૨૦૧૬ માં થયેલા એર ક્રેશ ની તસ્વીરો ફરી રહી હતી. અને આ તસ્વીરો ઘણા ઓફિશીયલ્સે પણ શેર કરી હતી.
હવે પાકિસ્તાને એવું કહ્યુ હતુ કે હવે ભારત ની કોઈ પણ ફિલ્મ પાકિસ્તાન માં રિલીઝ નહીં થાય, અને અહિંયા એક વાત જણાવી દઈએ કે ટોટ્લ ધમાલ ની ટીમે પુલવામા એટેક પછી જ કહી દીધુ હતુ કે દેશ ની પરિસ્થિતી ને જોતા હવે ટોટલ ધમાલ ને પાકિસ્તાન માં રિલીઝ નહીં કરવામાં આવે.
અને પાકિસ્તાન માં આ નિર્ણય ને લઈને સુચના અને પ્રસારણ મંત્રી એ ટ્વિટ કરી હતી. જેમાં ખુલાસો કરાયો હતો કે પાકિસ્તાન માં હવે ભારતની ફિલ્મો ને રિલીઝ નહીં કરવામાં આવે.