પુલવામાં હુમલા પર બોલ્યા અનુપમ ખેર, “બસ હવે બહુ થયું, રોકાઈ જાઓ નહીંતર જનતા રોડ પર...”

ગઈકાલે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં દેશના દરેક લોકોએ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. સામાન્ય માણસથી લઈને રાજનૈતિક હસ્તીઓ, સ્પોર્ટ્સ હસ્તીઓ, બોલીવુડ દરેક લોકોએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

હાલમાં જ આવેલી ફિલ્મ ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર મનમોહન સિંહનું પાત્ર ભજવનારા અનુપમ ખેર આ ઘટનાને લઇને વિડીયો ટ્વીટ કર્યો હતો.

જેમાં ગઈકાલે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો ના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી, શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા ભાવુક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. તેઓ આ ઘટનાને લઇને ખૂબ જ દુખી અને ગુસ્સામાં છે.

તેને વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે, “આજે પુલવામામાં 40થી પણ આપણા સીઆરપીએફના જવાનો શહીદ થયા છે. કરોડો ભારતીયોની જેમ મારા દિલમાં પણ ખૂબ જ દુઃખ છે, તકલીફ છે અને મારું મન ખૂબ જ ઉદાસ છે. આ જવાન ના પરિજનોએ એક પતિ, એક દીકરો, એક ભાઈ, એક પિતા ગુમાવ્યા છે. જે આ નરસંહારના જવાબદાર છે, તેના સાથે તો સરકારે લડવું જ પડશે. પરંતુ મારા અંદર એક અજીબ ગુસ્સો છે. એ લોકો પ્રત્યે જે આપણા દેશના તો છે, પરંતુ આપણી સેના કે આપણા સુરક્ષા બળોનું અપમાન કરવામાં ચૂકતા નથી. પોતાના બેવકૂફી ભરેલા એજન્ડા કે સ્વાર્થ માટે ટિપ્પણીઓ કરતા ફરે છે. આવા લોકો માટે હું કહેવા માંગું છું કે બસ હવે બહુ થયું, થંભી જાઓ નહીંતર જનતા રોડ પર ઉતરીને... જય હિન્દ”

અનુપમ ખેર એ પોતાના વિચારો વ્યક્ત કરવામાં કોઈ પણ સંકોચ અનુભવ્યો નથી, તેમજ પોતાના અંદર રહેલા આક્રોશને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જણાવવા કોશિશ કરી છે.

જુઓ વિડિયો

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Feeling extremely sad and angry. More than 40 <a href="https://twitter.com/crpfindia?ref_src=twsrc%5Etfw">@crpfindia</a> jawans martyred. Millions of thoughts in my mind. I hope The govt. deals with the terrorists befittingly. Also time for certain people in our own country who criticise the army to SHUT UP. <a href="https://t.co/mZSgExsxQJ">pic.twitter.com/mZSgExsxQJ</a></p>&mdash; Anupam Kher (@AnupamPKher) <a href="https://twitter.com/AnupamPKher/status/1096118788980965382?ref_src=twsrc%5Etfw">February 14, 2019</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

માત્ર અનુપમ જ નહિ પરંતુ બોલિવૂડના લગભગ દરેક સેલિબ્રિટીઓએ તેમજ રાજનૈતિક હસ્તીઓથી માંડીને સ્પોર્ટ્સ જગતના વડાઓ, દરેક લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. સામાન્ય જનતા પણ શહીદ જવાનોના પરિવાર પ્રત્યે લાગણી દાખવી રહી છે. અને પ્રધાન મંત્રી એ પણ શોક વ્યક્ત કર્યો છે, તેમજ વધુ પગલા લેવા માટે સેનાના હાથ ખોલી દીધા છે. એટલે કે તેને પૂરેપૂરી મંજૂરી આપવામાં આવી છે, સેના ઇચ્છે ત્યારે ઈચ્છા એ સમયે તપાસ હાથ ધરીને ઇચ્છે એ પગલા હાથ ધરી શકે છે.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team