પ્રધાનમંત્રી મોદીએ સેનાને આપી પૂરી છૂટ, આતંકીઓ સાથે હવે થશે સીધી લડાઇ

જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે થયેલા હુમલાને લઈને આખા દેશમાં ગુસ્સો વ્યાપી રહ્યો છે. ત્યારે આની વચ્ચે પ્રધાનમંત્રીએ એલાન કર્યું હતું કે તેઓએ સુરક્ષા બળોને ખુલ્લી છૂટ આપી દીધી છે.

પ્રધાનમંત્રીએ જવાનોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી, ત્યાર પછી દુશ્મન દેશ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. અને દેશને વિશ્વાસ આપ્યો હતો કે આ ની પાછળ રહેલા જવાબદાર લોકોને તેની સજા ભોગવવી જ પડશે.

પ્રધાનમંત્રી ના આ બયાન થી એક વાત ચોખ્ખી છે કે ભારતીય સૈનિક નો મુકાબલો હવે સીધો આતંકીઓ સાથે થશે. પ્રધાનમંત્રીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે દુઃખની આ ઘડીમાં આખો દેશ એક જૂથ છે.

આતંકીઓએ ચૂકવવી પડશે મોટી કિંમત

તેઓએ કહ્યું હતું કે આતંકીઓએ આ મોટી ભૂલ કરી દીધી છે, હવે આની ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે. લોકોનું લોહી ગરમ થઇ રહ્યું છે અને તેઓ પણ એ સમજી રહ્યા છે. સાથે સાથે આપણા સુરક્ષાબળોને સંપૂર્ણપણે સ્વતંત્રતા આપી દેવાઇ છે.

શહીદો પ્રત્યે પ્રધાનમંત્રી પોતાનો શોક વ્યક્ત કર્યો હતો. સાથે કહ્યું હતું કે પડોશી દેશ ના મનસૂબાઓ ક્યારે પૂરા થવા દેશે નહીં.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts