લગભગ 80% લોકો રાજમા વિશે આ વાત નહી જાણતા હોય, જાણો અને શેર કરો
રાજમા આ નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, અને રાજમાં ખાતા પણ હશે, જણાવી દઈએ કે રાજ મને ઇંગ્લિશમાં kidney beans ના નામથી જાણવામાં આવે છે. રાજમાં નો ઉપયોગ અમુક વિસ્તારમાં બહોળા પ્રમાણમાં થાય છે, જેમ કે ભારતમાં પણ રાજમાને ખૂબ પસંદ કરવામાં આવે છે. અને મેક્સિકન ફુડમાં પણ કિડની બીન્સ નો ઉપયોગ ભરપૂર થાય છે.
સામાન્યપણે વાત કરીએ તો રાજમા ચાવલ આ જોડી નું નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, કારણકે લોકોને રાજમા સાથે ભાત ખાવા ખૂબ પસંદ હોય છે. અને આ ખાવાના ફાયદા પણ એવા છે, કારણ કે અમારા પૌષ્ટિક તત્વોને કારણે શરીર તંદુરસ્ત રહે છે. કહેવાય છે કે રાજમાં એ પ્રોટીન ની ખાણ છે. સોયાબીન કરતાં પણ વધારે પ્રોટીન હોય છે, જેટલા રાજમાં સ્વાદમાં સારા છે એટલા જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તેના ફાયદાઓ છે. આ સિવાય બીજા તત્વોની વાત કરીએ તો રાજમામાં મેગ્નેશિયમ, આયન વગેરે પણ હોય છે. આનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા બની રહે છે સાથે સાથે શરીરના મેટાબોલિઝમ અને ઉર્જા વધારવા નો મુખ્ય સ્ત્રોત આયન હોય છે. આનાથી પુરા શરીરમાં ઓક્સિજનનું સર્ક્યુલેશન વધી જાય છે જેથી વ્યક્તિ ફ્રેશ તેમજ ઉર્જાવાન મહેસૂસ કરે છે.
રાજમા ખાવાથી મગજ એટલે કે માથાના ભાગમાં ફાયદો પહોંચે છે, મગજમાં રહેલી નર્વસ સિસ્ટમને બુસ્ટ કરવા માટે વિટામિન કે ની જરૂર પડે છે કે જે આમાં પર્યાપ્ત માત્રામાં મળી આવે છે. અને મસ્તિષ્કની કોશિકાઓ માટે જરૂરી વિટામીન બી પણ આમાંથી મળી આવે છે. આથી આપણા મગજને પોષણ આપવાનું કામ રાજમા કરે છે.
રાજમાં માં જે માત્રામાં કેલરી રહેલી છે તે દરેક વયમર્યાદા ના લોકો માટે બરાબર છે. તમે આને સલાડ સૂપ કે કઢી સ્વરૂપે પણ લઈ શકો છો. આ સિવાય જે લોકોને વજન ઘટાડવું હોય તેવા લોકો ને લંચમાં રાજમા ના સુપ નું સેવન ફાયદાકારક નીવડી શકે છે. અને રાજમા નું સલાડ પણ ગુણકારી છે.