આજકાલ જો અમુક સામાન્ય બીમારીઓ ની વાત કરીએ તો અમુક બીમારીઓ નું નામ આવે છે જેમ કે ડાયાબિટીસ, મોટાપો વગેરે. અને એમાં પણ ખાસ કરીને મોટાપો એ એવી એક બીમારી છે જે દરેક લોકોને પોતાની ચપેટમાં લઈ શકે છે, અને વ્યક્તિ આનાથી અજાણ પણ હોઈ શકે છે. પરંતુ જ્યારે પણ આપણા શરીર મા મેદસ્વિતા આવે ત્યારે તરત જ તે મેદસ્વિતાને વગાડવી જોઈએ નહિ તો તેના પરિણામો ખરાબ આવી શકે છે.
અને આપણામાંથી ઘણા લોકો વધારે ચરબી ઓગાળવા માટે જીમ જાતા હોય છે અથવા તો યોગ કે કસરત અથવા ડાયટિંગ કરતા હોય છે. પરંતુ ઘણી વખત આનાથી ફેર પડતો નથી, તો ક્યારેક ક્યારેક ફેર પડ્યો હોય છે પરંતુ આપણે નિયમિત પણે ન કરી શકવાને લીધે પાછું હતું તેવું ને તેવું શરીર થઈ જાય છે.
ઘણા લોકો આના માટે દવા પણ કરતા હોય છે પરંતુ એ દવાઓના ઘણા સાઇડ ઇફેક્ટ પણ આવી શકે છે જે આપણા માટે ખતરનાક સાબિત થઈ શકે છે, આથી જો કોઈ પણ દવા કે ઉપાય કરવો હોય તો તેના પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
આજે આપણે ચરબી ઘટાડવા માટે એક જૂથ વિશે જણાવવાના છીએ જેનું રાતના સેવન કરવામાં આવે તો મોટાપાથી છુટકારો મળી શકે છે, ચાલો જાણીએ કઈ રીતે બનાવશો અને તેનું કઈ રીતે સેવન કરવાનું છે. સૌથી સારી વાત એ છે કે આની બધી સામગ્રીઓ લગભગ બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે.
આના માટે સામગ્રીમાં એક લીંબુ, એક ગ્લાસ પાણી, એક કાકડી, ૧ ચમચી આદુ (પીસેલુ), એક ચમચી જેટલું એલોવેરા જ્યુસ, થોડી માત્રામાં કોથમીર બસ આટલી જ વસ્તુની જરૂર છે. જે લગભગ દરેકના ઘરમાં મળી આવશે.