શ્રી રામચરિત માનસ એ પવિત્ર ગ્રંથ છે તે બધા લોકો જાણે છે. જણાવી દઈએ કે આ દિવ્ય મહાકાવ્યની થોડી ચોપાઇઓ તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિના યોગ બનાવે છે. આ ચોપાઈઓ ને સિદ્ધ કરવા માટે રામ નવમીનો દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આવી ચોપાઇઓ તમારા જીવનમાં ખૂબ જ અસર પાડે છે. રામનવમીના શુભ અવસર ઉપર આ ચોપાઈઓ ને અચૂક વાંચવી જોઈએ અને સિદ્ધ કરવી જોઈએ. જેના પરિણામ રૂપે તમારા ઘરમાં કોઈ દિવસ આર્થિક સમસ્યાઓ કે ધનની કમી થતી નથી.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રામચરિતમાનસ માં થોડી ચોપાઇઓ એવી છે જેનાથી સંકટ થી બચાવ અને રિદ્ધિ સિદ્ધિ માટે મંત્રોચ્ચાર સાથે પાઠ કરવામાં આવે છે. આ ચોપાઈઓ ના મંત્ર ને પુરા વિધાન સાથે 108 વખત હવન સામગ્રી ની જેમ સિદ્ધ કરવામાં આવે છે. આ હવનમાં પણ ગણેશ સામગ્રીઓ સાથે શ્રદ્ધાપૂર્વક મંત્રોચ્ચાર કરવામાં આવે છે. ચાલો જાણીએ કે દરેક ક્ષેત્રમાં સફળતા પામવા માટે કઈ ચોપાઈઓ ન સિદ્ધ કરવી જોઈએ
લક્ષ્મી પ્રાપ્તિ માટે
જિમિ સરિતા સાગર મંહુ જાહી
જદ્યપિ તાહિ કામના નાહીં
તિમિ સુખ સંપત્તિ બિનહિ બોલાએ
ધર્મશીલ પહિં જહી સુભાએ
રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ માટે
આના માટે રામાયણ માં રહેલ આ મંત્ર નો જાપ કરવો જોઈએ, આ મંત્ર નીચે પ્રમાણે છે
સાધક નામ જપહિં લય લાએ
હોહિ સિદ્ધિ અનિમાદિક પાએ
રામચરિતમાનસની આ પાવન ચોપાઈઓ ને રામ નવમીના શુભ દિવસે અભિમંત્રિત કરવાની રીત એ છે કે રાત્રે 10 વાગ્યા પછી અષ્ટાંગ હવન દ્વારા અને સિદ્ધ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શંકરજી એ માનસની ચોપાઇઓ ને મંત્ર શક્તિ પ્રદાન કરી છે. એટલા માટે ભગવાન શંકરને સાક્ષી બનાવીને આનો શ્રદ્ધાથી જાપ કરવો જોઈએ.