રાખડી બાંધવા માટે પિયર પહોંચી, તો ભાભીએ તેની સાથે કર્યું એવું કે આંખમાંથી આંસુ સરી પડ્યા
ભાભી જવાબ આપ્યો અરે દીદી કાંઈ નહીં એમ જ. તમે પહેલા નિરાંતે આરામ કરી લો પછી બધી વાત કરીશું.
જમવાનું પતાવીને થોડી વખત આરામ કર્યો, પછી સાથે બેઠા હતા એવામાં ભાભી કંઈક લઈને અંદર રૂમમાં આવ્યા. અને જોયું તો તેના ભાભી ના હાથ માં પોતે મોકલેલું કવર જ હતું જેમાં રાખડીઓ રાખેલી હતી.
જોઈને તેને આશ્ચર્ય પણ લાગ્યું અને નવાઈ પણ થઇ કે રાખડીઓ મળી ગઈ છે તેમ છતાં કેમ મને એમ કહેવામાં આવ્યું કે રાખડીઓ મળી નથી. પોતાના વિચારને જીભ ઉપર લાવીને તેના ભાભી ને પૂછ્યું કે ભાભી આ શું, રાખડી મળી ગઈ છે?
આથી તેની ભાભી એ જવાબ આપ્યો હા દીદી રાખડી તો જે દિવસે તમારો ફોન આવ્યો તે દિવસે જ બપોર પછી આવી ગઈ હતી.
પરંતુ તમે અહીં લાંબા સમયથી આવ્યા નહોતા, અને મેં મમ્મીને પણ પૂછ્યું કે આપણે આ રીતે સરપ્રાઇઝ આપી એ તો? તેઓએ હા પાડી એટલે મેં આ નાનકડું ખોટું બોલી લીધું…
જેના કારણે તમારે અહીં આવવું પડ્યું પરંતુ એ બહાને પણ તમે રક્ષાબંધનના દિવસે ભાઈ સાથે સમય વિતાવી શકશો.
આટલું બોલ્યા ત્યાર પછી તેને બધો જ અંદાજો આવી ગયો કે શું કામ તે એ મરકમરક હસી રહ્યા હતા, પોતાની બાળપણની યાદ નજર સમક્ષ આવી ગઈ જ્યારે આખો દિવસ ભાઈ સાથે સમય વીતાવતા અને રક્ષાબંધન ઉજવતા, અને આ યાદો ફરી પાછી તાજી થવા લાગી.
તેનાથી રહેવાયું નહીં એટલે તે પોતાની ભાભીને ભેટી પડી. અને આંખમાંથી અશ્રુધારા પણ વહેવા લાગી હા પણ આ આંસુ દુઃખના નહીં પણ ખુશી ના હતા કે હું તો મારા ભાઈની રક્ષા રક્ષાબંધનના દિવસે રાખડી બાંધીને કરીશ પરંતુ મને આજે વિશ્વાસ થઈ ગયો કે તમે આ ઘરના દરેક વ્યક્તિની કેવી સાર સંભાળ રાખો છો, થેન્ક્યુ ભાભી!
નણંદને આમ ખુશીના આંસુ નીકળતા જોઈ ભાભી ને પણ બંને ભાઈ બહેન ને ભેગા કરવાનો હરખ વધી ગયો.
સંબંધ ખૂબ જ અનમોલ હોય છે, અને એની રક્ષા આપણે બેશક કરવી જોઈએ. પરંતુ સંબંધોમાં ક્યારેક ક્યારેક આવી નાની નાની ઝીણવટ ભરી વસ્તુઓ સંબંધને ખુબ જ ચમકાવી જાય છે.
તમે પણ દીદી ને ખાલી એક વખત ફોન કરી લેજો, અને પછી કમાલ એ થશે કે તે અત્યંત આનંદની અનુભૂતિ કરશે.
જો આ સ્ટોરી તમને ગમી હોય તો, શેર કરજો. અને દરેક ગ્રુપમાં શેર કરજો જેથી લાખો લોકો સુધી આ સ્ટોરી પહોંચી શકે. તમે આ સ્ટોરી અને કોમેન્ટમાં રેટિંગ પણ આપી શકો છો જેમાં 1 થી 5 નંબર ની વચ્ચે રેટિંગ કમેન્ટ કરજો. જો આ સ્ટોરી તમને ખૂબ જ ગમી હોય તો 5 નંબર આપજો. અને દરેક મિત્રો જોડે શેર કરજો.