રાખડી બાંધવા માટે પિયર પહોંચી, તો ભાભીએ તેની સાથે કર્યું એવું કે આંખમાંથી આંસુ સરી પડ્યા

નણંદ એ પોતાની ભાભી ને ફોન કરીને પૂછ્યું ભાભી મેં રાખડી મોકલી હતી તે શું તમને લોકોને મળી ગઈ ? ભાભી એ ફોનમાં જવાબ આપ્યો કે ના દીદી હજી સુધી મળી નથી.

નણંદ એ કહ્યું કે ભાભી જો કાલ સુધીમાં મળી જાય તો ઠીક છે નહીં તો હું પોતે રાખડી લઈને આવી જઈશ. નણંદ થોડી વધારે દૂર રહેતી હતી માટે કાયમ રાખડી પોસ્ટ માં મોકલાવી દેતી હતી. અને અહીં રાખડી મળી જતા રાખડી પહેરાવીને દૂરથી જ બહેન પોતાના ભાઈની રક્ષા કરી લેતી…

પરંતુ આ વખતે ભાભી ને ખબર નહીં શું કામ પરંતુ બીજા દિવસે સામેથી તેની નણંદ ને ફોન કર્યો અને ફોન કરીને કહ્યું કે દીદી તમારી રાખડી હજુ સુધી મળી નથી, તો તમે એક કામ કરો તમે રક્ષાબંધનમાં અહીં જ આવી જજો.

નણંદ એ ફોન રાખ્યો અને વિચારવા લાગી કે દર વખતે તો કાયમ કુરીયરમાં સમયસર રાખડી મળી જાય છે પરંતુ આ વખતે ન જાણે શી મુસીબત આવી હશે, હશે કંઈ વાંધો નહીં, હું જઈ આવીશ એમ કરીને તે પોતાના કામમાં લાગી ગઈ.

પરંતુ થોડા સમય પછી અચાનક યાદ આવ્યું કે લાવ ને જરા કુરિયર માં જ પૂછી જોઉં, અને કુરિયર માં પુછવા માટે કુરિયરની રીસીપ્ટ ગોતવા લાગી જેમાં તેનો કુરિયર નો નંબર લખેલ હતો.

પરંતુ આમતેમ બધી બાજુ ઘરમાં ચેક કરી લીધું પરંતુ કોઈ કારણોસર તે રીસીપ્ટ આડા આવડી મુકાઈ ગઈ હોય મળી જ નહીં. રક્ષાબંધન નજીક આવતી હતી અને બસની ટિકિટ કે એવું કંઈ કરાવેલ હતું નહીં કારણ કે વિશ્વાસ હતો કે રાખડી તો પોસ્ટમાં મળી જશે.

પરંતુ આ વખતે રાખડી નું આવું થયા પછી તેને વિચાર્યું કે ચલો હવે જવું પડશે, પતિને કહી ને પિયરની જવાની ટીકીટ બુક કરાવી.

રક્ષાબંધનના એક દિવસ પહેલા જ ત્યાં જવા રવાના થઈ ગઈ, મોડીરાત્રે પહોંચ્યા પછી નણંદને ફોન કરી દીધો હતો. એટલા માટે નણંદે પણ તેના જમવાની વ્યવસ્થા કરી રાખી હતી. તે પોતાના પિયર પહોંચી કે તરત જ કેમ છો મજામાં? કહીને હાથમાં પાણીનો ગ્લાસ લઈને તેની ભાભી રસોડામાંથી બહાર આવી.

પાણી પીધું. પછી તેની ભાભી ને પૂછ્યું કે ભાભી આ વખતે ગજબ થઈ ગઈ, કુરિયર પણ વ્યવસ્થિત રીતે કરેલું હતું પરંતુ શી ખબર કુરિયર અહીં પહોંચ્યો નહીં.

આથી તેની ભાભી મરક મરક હાસ્ય આપ્યું, જાણે કટાક્ષમાં હસી રહી હોય તે રીતના તેની ભાભી હસવા લાગી.

પછી કુરિયર ની રિસીપ્ટ ખોવાઈ ગયા હોવાની વાત કરી, આથી પોતે રૂબરૂ જ અહીં આવવું પડ્યું એવું ભાભીને સમજાવવા લાગી.

ભાભી ના મોઢા ઉપર થી મરક મરક હાસ્ય ઓછું થવાનું નામ લેતું નહોતું. આથી તેનાથી રહેવાયું નહીં અને પૂછી નાખ્યું ભાભી કેમ તમે આ રીતે હસો છો?

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts