ભ્રષ્ટ અધિકારીનો દીકરો જ બન્યો કાળ! રેસ્ટોરન્ટમાં એવું કર્યું કે પિતાનું માથું ઝૂકી ગયું!

એક વખતની વાત છે જ્યારે એક અધિકારી પાસે ખૂબ જ પૈસો હતો, તે મામૂલી અધિકારી હોવા છતાં ભ્રષ્ટાચાર દ્વારા તેને ઘણી બધી સંપત્તિ એકઠી કરી હતી. અને આ સંપત્તિ માંથી અમુક જ એવી સંપત્તિ હતી જે તેને પોતાની મહેનત દ્વારા બનાવી હોય.

ભ્રષ્ટાચારની સંપત્તિમાંથી તેને પોતાના માટે વૈભવી ઘર પણ બનાવી લીધું હતું અને પોતાની જિંદગી વૈભવ બનાવવામાં કશે પણ કચાસ રાખી ન હતી. એને જોઈને ઘણા બીજા અધિકારીઓને પણ આશ્ચર્ય થતું કે એની પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા.

અધિકારીના લગ્ન પણ થઇ ચુક્યા હતા અને તેઓને સંતાનમાં એક દીકરો હતો, ધીમે ધીમે દીકરો પણ મોટો થતો ગયો અને સમય વીતતો ગયો પરંતુ અધિકારીની ભ્રષ્ટાચાર થી નાણાં કમાવવાની આદત ગઈ નહિ. છોકરો પણ આવે સમજણો થઈ ગયો હોવાથી તેના પિતાની આ આદત તો તેને જરા પણ ગમતી ન હતી. એટલું જ નહીં પરંતુ તેના પિતા ઓફિસે ગમે તેટલો ભ્રષ્ટાચાર કરી સંપત્તિ એકઠી કરે પરંતુ ફરી પાછા સાંજ પડે જ્યારે ઘરે આવે ત્યારે સાવ બીજું રૂપ ધારણ કરી લેતા અને જાણે ભગવાન ના મોટા ભક્તોએ રીતે ભગવાનના મંદિરમાં જઈને ભક્તિમાં લીન થઇ જતા તેમ જ ભગવાનના મંદિરમાં મોટી રકમનું દાન પણ આપતા.

એટલે અધિકારીના એકના એક દીકરાને પિતાનું આવું બેમુખી વર્તન જરા પણ ગમતું હતું નહીં. એક દિવસ તેને પોતાના પિતાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.

તેણે પોતાના પિતાને ફોન કરીને કહ્યું કે આજે તમારી સાથે મારે રેસ્ટોરન્ટમાં જમવા જવું છે શું તમે આવી શકશો? એટલે તેના પિતાએ તરત જ હા પાડી અને સાંજ પડે અધિકારી અને પોતાનો યુવાન એકનો એક દીકરો બન્ને સાથે જમવા નીકળી ગયા અને એક રેસ્ટોરન્ટમાં અંદર ગયા.

અંદર રેસ્ટોરેન્ટમાં ગયા એટલે વેઈટરે તરત જ તે બંનેને એક ખુરશી સામે આંગળી ચીંધીને ત્યાં બેસવા માટે જણાવ્યું. વેટર જીયા જગ્યા બતાવી હતી તે જગ્યા પર બેસવા માટે ગયા તો ત્યાં ખુરશી પણ એકદમ ગંદી હતી અને ખુરશી પર કંઈ કેટલા ડાઘા પડેલા હતા અને એ હદે એ ખુરશી ખરાબ હતી કે ખુરશીમાં ઢોળાયેલા દાળ-શાક પણ કોઈએ સાફ કર્યા ન હતા અને સાફ સફાઈના નામે કંઈ જ હતું નહીં.

એટલે તરત જ દીકરાના પિતાના હાવભાવ ફરી ગયા અને તેને ફરિયાદ કરી એટલે બેસવા માટે બીજી જગ્યા આપવામાં આવી, નવી જગ્યા પર ગયા તો ત્યાં ખુશી તો સારી હતી પરંતુ ટેબલ ખૂબ જ ગંદુ હતું અને જરા પણ સાફ સફાઈ હતી નહીં.

હવે પિતાનો મગજ કાબૂમાં રહ્યો નહીં અને તરત જ તેને પોતાના દીકરાને કહ્યું કે બેટા તું મને આ કઈ પ્રકારના રેસ્ટોરન્ટમાં જમવા માટે લાવ્યો છે? આટલું કહીને પિતાએ ફરીથી વેઇટરને જગ્યા વિશે ફરિયાદ કરી તો તેને ફરી પાછી નવી જગ્યા બેસવા માટે આપી.

બે જગ્યા પરથી આવી સાફ-સફાઈ જોયા પછી ત્રીજી જગ્યા પર જવાનું અથવા એ રેસ્ટોરન્ટમાં જમવાનું પિતાનો કોઈ પ્રકારનો મૂળ હતો નહીં પરંતુ ઘણા દિવસે દીકરાએ મારી પાસે કંઈક ફરમાઇશ કરી છે તો હું તેની આ ફરમાઈશ પૂરી કરીશ એવું વિચારીને દીકરાને માટે તે ત્યાં બેસી રહ્યા.

થોડીવાર પછી વેટર પાણી લઈને આવ્યો ત્યારે પાણીના ગ્લાસ તો ખુબ જ સરસ અને કાચના ચમકીલા હતા પરંતુ અંદર નજર કરી તો પાણી એકદમ ગંદુ અને વાસ મારતું હતું. તેને ખાલી પાણી નો ગ્લાસ જોયો અને સાઇડ પર મૂકી દીધો.

થોડા સમય પછી વેઈટર વેલકમ ડ્રીંક લઈને આવ્યો ત્યારે જ્યારે અંદર ડ્રિંકમાં નજર કરી તો નાની નાની વાતો હતી અને ડ્રીંક માંથી પણ વાસ આવી રહી હતી. હવે પહેલા અધિકારીનો સહનશક્તિનો કાબુ તૂટી ગયો અને તરત જ તે ડ્રીંક નો ગ્લાસ લઈને વેઇટર ના મોઢા પર જ ફેંકી દીધો.

હજુ તો તે વેઇટરને કંઈ કહેવા જાય તે પહેલાં પોતાના જ દિકરા એ તેને પૂછ્યું કે કેમ પપ્પા શું થઈ ગયું? કેમ તમે ગ્લાસ ને વેઇટર પર ઉઠાવ્યો? એટલે પિતાએ ખૂબ જ ગુસ્સા સાથે કહ્યું કે આ તે કંઈ રેસ્ટોરન્ટ છે કે પછી ગંદકી નું ઘર? મને અહીંયા હવે એક સેકન્ડ પણ ઊભું રહેવું નથી. ચાલ જલ્દી ચાલ.

દીકરાએ પિતા નો જવાબ સાંભળીને સહજતાથી કહ્યું પપ્પા મને માફ કરજો પરંતુ ઓફિસમાં તમે જે પણ કંઈ કામ કરીને તમારા હૃદયને ગંદુ કરો છો અને પછી સાંજે એ જ હૃદયમાં બેસવા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હો છો તો જેમ ગંદકી વાળી જગ્યા પર બેસતા તમને ગુસ્સો આવ્યો એવો ગુસ્સો શું ભગવાનને તમારી પર નહીં આવતો હોય?

અધિકારી ઘણા વર્ષોથી નોકરી કરી રહ્યો હતો અને ઘણા લોકોએ તેને શિખામણ પણ આપી હતી પરંતુ આજે પોતાના જ દિકરા એ એક જ વાક્યમાં તેને આખી જિંદગી ની ભૂલ સમજાવી દીધી. પોતાના દીકરાને શું જવાબ આપવો એની કંઈ જ સમજ નહીં અને તરત જ તેને પોતાનું માથું નીચે કરી લીધું.

આ લેખ પરથી જીવનમાં ઉતારવા જેવી શીખ મળે છે કે આપણે ખોટા કામ કરતા હોઈએ અને સાથે સાથે ભગવાનની પૂજા પ્રાર્થના વગેરે પણ કરતા હોઈએ તો એનો સીધેસીધો એ જ અર્થ નીકળે છે કે આપણે ભગવાનને મૂર્ખ માનીએ છીએ, જો ગંદી રેસ્ટોરન્ટમાં બેસીને આપણે ગંદુ પાણી પીવા તૈયાર નથી તો આપણા આ અશુદ્ધ હૃદય રેસ્ટોરન્ટમાં બેસવાનું ભગવાનને ક્યાંથી પસંદ આવે? આ લેખ ખરેખર સમજવા જેવો છે દરેક લોકો સુધી પહોંચે એટલો શેર કરજો.

જો તમને આ લેખ પસંદ પડ્યો હોય તો દરેક લોકો સુધી શેર કરજો અને આ લેખને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team