Site icon Just Gujju Things Trending

એક રોટલી માં છુપાયેલો છે તમારી બધી પરેશાનીઓ નો નિવેડો, આવી રીતે કરો ઉપાય

કોઈપણ માણસના જીવનમાં પ્રાથમિક જરૂરિયાત તરીકે રોટી કપડા અને મકાન ગણવામાં આવે છે. અને ખાસ કરીને રોટી ને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. કારણ કે લગભગ જ કોઇ દુનિયામાં એવો માણસ હોય જે રોટી વગર જીવી શકે. પરંતુ જે રોટલી આપણું પેટ ભરે છે તે જ રોટલી આપણું નસીબ પણ ચમકાવી શકે છે, તમે રોટલી નો સારી રીતે આદર કરો તો તમારી કિસ્મત ચમકી શકે છે. શાસ્ત્રો અનુસાર હિન્દુ ધર્મમાં ઘણા એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જેમાં આવા ઉપાયો અજમાવીને તમારું નસીબ ચમકાવી શકાય છે. એવી જ રીતે રોટલીના પણ ઘણા ઉપાયો છે.

સૌથી પહેલાં તો એ વાત બિલકુલ જાણી લેવી જોઈએ અને સમજી લેવી જોઈએ કે કોઈપણ પ્રકારનું ખાવાનું જિંદગીમાં ક્યારે વગાડવું જોઈએ નહીં, એટલે ખાવા નો કદી પણ બગાડ કરવો જોઈએ નહીં. આપણામાંથી ઘણા લોકો ને એવી ટેવ હોય છે કે તેઓ ખાવાનું ફેકી દેતા હોય છે, પરંતુ એ જ ખાવાથી કોકનું પેટ ભરાતું હોય તો એ ખાવાનું ક્યારેય વ્યય થવા દેવો જોઈએ નહીં.

જો કોઈને પણ કુંડળીમાં રાહુ અને કેતુ નડતા હોય તો અથવા તો તમે તમારી રાહુની તેમજ કેતુની સ્થિતિ ને મજબૂત કરવા માંગતા હોય તો પણ રોટલી નો ઉપાય કરી શકાય છે, આના માટે દર રાત્રે છેલ્લી રોટલી પર સરસવનું તેલ લગાવીને કૂતરાને ખવડાવી દેવાથી લાભ મળે છે, માનવામાં આવે છે કે જો આવું નિયમિત પણે પંદર દિવસ સુધી કરવામાં આવે તો લાભ મળવાનું શરૂ થાય છે.

ઘરમાં સુખ-શાંતિ બનાવવા માટે પણ આ ઉપાય કરી શકાય છે, જો તમારા ઘરમાં કલેશ ચાલતી હોય અને પરિવાર વચ્ચે જો માહોલ બગડેલો રહેતો હોય તો આ ઉપાય કરવો જોઈએ, સૌથી પહેલા જે રોટલી આપણે ઘરમાં બનાવી તે રોટલી ગાય માટે કાઢવી જોઈએ. એવી જ રીતે ઘરમાં જે છેલ્લી રોટલી બને તે કૂતરા માટે કાઢવી જોઈએ. આવું દરરોજ નિયમિતપણે કરવાથી પરિવાર નો કલેશ નો અંત આવે છે.

જો તમે ખૂબ મહેનત કરતા હોય અને તમને કામમાં સફળતા ન મળતી હોય અથવા તો તમે અસફળ મહેસૂસ કરી રહ્યા હો તો રોટલીમાં ખાંડ નાખીને કીડીને ખવડાવવી જોઈએ, આવું કરવાથી એવું માનવામાં આવે છે કે જીવનમાં સફળતા નો રસ્તો ખુલી જાય છે, અને તમારો પ્રયાસ સફળ નીવડે છે.

આ સિવાય જો પિતૃદોષથી બચવું હોય તો પણ રોટલી ના ઉપાય કરી શકાય છે, અમાસની રાતે સૌથી પહેલી રોટલી ની સાથે ખીર બનાવી લો. અને આ ખીર ને રોટલીમાં લગાવીને કાગડાને ખવડાવી દો.

એવું મનાઈ છે કે આવું કરવાથી ખૂબ જલ્દી લાભ મળે છે.

ઘણી વખત આપણા બાળકોને ખરાબ નજરથી બચાવવા આપણે ઘણાં ઉપાયો કરતા હોય છે, હોઈએ છીએ એવી જ રીતે જો બાળક ખૂબ ઓછું ખાવાનું ખાતું હોય તો એની ઉપર રોટલી ને ગોળ ને ૧૧ વખત ફેરવી ને આ રોટલી કોઈ કૂતરાને ખવડાવી દેવાથી બાળક વ્યવસ્થિત ખાવા લાગે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version