Site icon Just Gujju Things Trending

3-4 મિનીટ નો સમય હોય તો જ આ સ્ટોરી વાંચજો અને જીવનમાં ઉતારજો!

આ છે એક વાર્તા પણ જીવનમાં ઉતારજો!

એક વાર એક રાજા હતો, તેનું રાજ્ય અને સેના બહુ મોટી ન હતી અને એ રાજા નો કિલ્લો અને રિયાસત પણ નાની હતી. અને સેના માં વધીને 150-200 લોકો જ હતા.

એક વખત તે રાજ્ય પર પડોશી રાજાની નજર પડી અને તેને પેલા રાજ્ય પર હમલો કરવાનું નક્કી કર્યુ, તે રાજ્ય પાસે આશરે પેલા રાજ્ય કરતા પાંચ ગણી એટલે કે 1000 જેટલી ફોજ હતી. પછી તેને તેની ફોજ સાથે લઈને પેલા રાજ્ય પર હમલો કરી દીધો.

હવે આ રાજ્ય ને ખબર પડી કે આપણી પર હમલો થયો છે. બધા ફોજ ના લોકો અને રાજ્ય ના લોકો મુંઝવણમાં પડી ગયા. પરંતુ રાજા નો વિચાર અનોખો જ હતો, તેને આખી ફોજને ભેગી કરીને પ્રેરણા આપતા કહ્યુ કે, જો તમે સારી રીતે અને ચતુરાઈથી દુશ્મનનો સામનો કરો તો આપણાથી પણ જીતી જવાશે. પરંતુ ફોજમાંથી કોઈને રાજાની વાત પર વિશ્વાસ આવતો ન હતો. બધા કહી રહ્યા હતા કે અમે માત્ર આટલા જ લોકો છીએ અને તે લોકો હજારોની સંખ્યામાં છે, તો પછી આપણે કઈ રીતે જીતી શકીએ.

રાજાએ કહ્યું આપણે એક કામ કરીએ આપણે આપણા નસીબ ને અજમાવી જોઈએ અને જાણીએ કે નસીબ શું કહેવા માગે છે. આથી રાજાએ એક સિક્કો લીધો સિક્કો લઈને તેને હવામાં ઉછાળ્યો પછી તેની પ્રજા અને ફોજને કહ્યું કે જો સિક્કામાં હેડ્સ આવે તો આપણે જીતી જઈશૂ અને ટેલ્સ આવે તો આપણે હારી જઈશું. આથી લોકોમાં આશ્વર્ય વ્યાપી ગયુ. જ્યારે સિક્કો નીચે આવ્યો ત્યારે લોકોના આશ્વર્ય ની વચ્ચે તેમાં હેડ્સ આવ્યુ. આથી લોકો રાજી થઈ ગયા કે આપણા નસીબ માં તો જીતવાનું લખ્યુ છે.

આ પછી ફોજ માં નવો જ ઉમંગ, જુસ્સો અને હિમ્મત આવી ગઈ. અને તેઓ એ દુશ્મન ના આક્રમણ નો લડીને બદલો આપવા નું શરુ કર્યુ. અને લોકોએ મનોમન માની લીધુ હતુ કે તેઓ જીતી જ જશે. અને દુશમન સામે લડવાનું ચાલુ રાખ્યુ. અને દરેક ફોજી ની હિમ્મત અને તાકાત રંગ લાવી, અંતે એ લોકો જીતી ગયા.

યુધ્ધ પુરુ થયુ, રાજા એ પ્રજા અને ફૌજ ને આદેશ આપ્યો કે દરેકે રાત્રે મીજબાની માં હાજર રહેવું.

આથી જીતના જસ્ન માટે બધા લોકો ભેગા થયા. ફોજ માંથી તેના વડા એ રાજાને કહ્યુ મહારાજ, નસીબ નો ખેલ પણ કેવો જોરદાર છે, આપણને હાર માંથી ઉગારી લીધા. આપણા નસીબ માં જીતવાનું લખ્યુ હતુ એટલે આપણે જીતી ગયા!

રાજાએ કહ્યુ હા, નસીબ નો ખેલ જોરદાર જ હોય છે. પછી તેને પહેલો સીક્કો હવામાં ઉછાળ્યો હતો તે સીક્કો દેખાડ્યો. અને જોઈને ફોજ ના વડાના હોંશ ઉડી ગયા કારણ કે સીક્કા ની બંને બાજુ હેડ્સ જ હતુ.

એટલે કે સીક્કા ની બંને બાજુ હેડ્સ હોવાથી તે ગમે તેમ પડ્યો હોત તો હેડ્સ જ આવત. આનાથી એક વાત સાબીત થઈ શકે કે જીત અને હાર આપણા મગજમાં જ છે, જો આપણે વિચારીએ કે આપણે જીતીશું તો કોઈ આપણને હારતા રોકી શકતુ નથી.

અને ઘણી વાર જીંદગીમાં સફળતા ન મળવાના ડરથી આપણે કામ કરવાનું ટાળીએ છીએ. પરંતુ કામ જ નહીં કરીએ તો સફળતા કઈ રીતે મળી શકે? આથી મનમાં નક્કી કરી ને કામ કરવાનું ચાલુ કરવું જોઈએ, પછી સફળતા મેળવતા કોઇ રોકી નહીં શકે. થીન્ક પોઝીટીવ!

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો સુધી શેર કરજો, અને કમેંટમાં આ સ્ટોરી ને રેટીંગ પણ આપજો!

આ જ સ્ટોરી મધુર સંગીત સાથે સાંભળીને અનુભવવા માટે નીચેનો વીડીયો અચુક જુઓ અને આવી જ બીજી રસપ્રદ સ્ટોરી સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો…

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version