સૈફ અલી ખાનની પુત્રી સારા બોલિવૂડના આ અભિનેતા ને કરવા માંગે છે ડેટ

હમણાં જ અભિનેતા સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાને બોલિવૂડમાં ફિલ્મ કેદારનાથથી ડેબ્યૂ કર્યું છે, જણાવી દઈએ કે સાથે સાથે તેની ફિલ્મ સિમ્બા પણ આવી રહી છે હાલ તે તેના પ્રમોશનમાં વ્યસ્ત છે.

આ દરમિયાન તેઓ અવાર-નવાર મીડિયા સાથે વાતચીત કરતી જોવા મળે છે, એવામાં હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં સારા અલી ખાને અભિનેતા કાર્તિક આર્યન ને ડેટ કરવા ની બાબત પર ખુલીને વાતચીત કરી હતી. ચાલો જાણીએ શું કહ્યું હતું અભિનેત્રી એ

મીડિયા સાથે વાતચીત કરતાં તેણે જણાવ્યું હતું કે જ્યારે તેને કાર્તિક ને લઈને સવાલ પૂછ્યો હતો ત્યારે કહ્યું હતું કે તેને ઘણી વખત કાર્તિક આર્યન ને ડેટ કરવાની બાબત વિશે પૂછ્યું હતું પરંતુ એ કોઈ જવાબ જ આપતા નથી. જણાવી દઈએ કે એક શોમાં સારા એ કહ્યું હતું કે તે કાર્તિક આર્યન ને ડેટ કરવા માંગે છે.

જણાવી દઈએ કે ગત દિવસોમાં અભિનેત્રી પોતાના પિતા સૈફ અલી ખાન સાથે કરણ જોહરના શોમાં પહોંચી હતી. કરણ જોહરનો શો કે જેને ચેટ શો પણ કહેવામાં આવે છે આ શો બધાના રહસ્ય ખોલવા માટે મશહૂર છે, કારણકે ઘણી વખત રેપિડ ફાયર રાઉન્ડ માં આ શોમાં ઘણા અંગત સવાલો પૂછવામાં આવે છે, જેના અભિનેતા અને અભિનેત્રી બિન્દાસ રીતે જવાબ આપતા હોય છે.

એવી જ રીતના જ્યારે આ શોમાં સારા ને પૂછ્યું કે તે કોને ડેટ કરવા માંગે છે અને કોની સાથે લગ્ન કરવા માંગે છે ત્યારે સારા એ કહ્યું હતું કે તે કાર્તિક આર્યન ને ડેટ કરવા માંગે છે અને રણબીર કપૂર સાથે લગ્ન કરવા માંગે છે.

સારા અલી ખાન સૈફ અલી ખાનની પુત્રી હોવાની સાથે બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે અને તેના નામે અત્યારમાં બે ફિલ્મો બોલે છે, કેદારનાથ રિલીઝ થઈ ચૂકી છે જ્યારે સિમ્બા ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.

જણાવી દઈએ કે આ ફિલ્મ સાઉથની ફિલ્મોની રિમેક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે રોહિત શેટ્ટીએ એમ પણ જણાવ્યું હતું કે સાઉથની રિમેક હોવા છતાં બન્ને ની સ્ટોરી એકદમ અલગ છે.

હાલ તો રણવીર સિંઘ સાથે તે સિમ્બા ના પ્રમોશનમાં વ્યસ્ત જણાઈ રહી છે, સિમ્બા નું ટ્રેલર જોતા પણ લાગી રહ્યું છે કે આ ફિલ્મ લોકોને ઘણી પસંદ આવશે કારણકે ટ્રેલરને પણ જબરો પ્રતિસાદ મળી રહ્યો છે.

હવે જોવાનું એ રહ્યું કે બોલિવૂડમાં આ નવા ચહેરાને લોકો કેટલો પસંદ કરે છે.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team