|

એક અદ્વિતીય ઈતિહાસ: સાલ્વાડોર ડાલી અને એર ઈન્ડિયાની સ્ટોરી

આ વાત એર ઇન્ડિયાના એક એવા ઇતિહાસની છે જે આપણામાંથી લગભગ કોઈપણ લોકો જાણતા નથી, ખરેખર રસપ્રદ વાત છે છેલ્લે સુધી વાંચજો… જેમ એર ઇન્ડિયા એક વખતની પ્રતિષ્ઠિત એરલાઇન હતી એવી જ રીતે 1960ના દાયકામાં સ્પેનના પ્રખ્યાત કલાકાર સાલ્વાડોર ડાલીનું નામ દરેકના હોઠ પર હતું. તેમની અનોખી અને વિચિત્ર રચનાઓને કારણે તેઓ એસેન્ટ્રિક જીનિયસ તરીકે પણ જાણીતા હતા. તેમના દ્વારા બનાવવામાં આવેલી આર્ટવર્ક અને ડિઝાઈન દરેકની પોતાની આગવી ઓળખ હતી.

1960 ના દશકની આ વાત છે, ન્યુયોર્કની એક 7 સ્ટાર હોટલમાં એર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓની મહત્વની બેઠક ચાલી રહી હતી જ્યાં યોગાનુયોગ એ જ હોટલમાં સાલ્વાડોર ડાલી પણ રોકાયા હતા. એ જ મીટિંગમાં એર ઈન્ડિયાએ ડાલીને એક ખાસ મેમરી તરીકે ડિઝાઈન કરવાનો પ્રસ્તાવ મૂક્યો જે તે પોતાના ખાસ ગ્રાહકોને ગિફ્ટ તરીકે આપી શકે.

ડાલી જેમના ચિત્રો અને અન્ય આર્ટવર્ક લાખો ડોલરમાં વેચાયા હતા તેમણે ઓફર સ્વીકારી અને કહ્યું કે તેઓ એર ઈન્ડિયા માટે ડબલ ઈમેજરી એશ ટ્રે ડિઝાઇન કરશે, જે મર્યાદિત સંખ્યામાં બનાવવામાં આવશે.

આ સમાચાર આખી દુનિયામાં દાવાનળની જેમ ફેલાઈ ગયા. તમામ ટેલિવિઝન ચેનલો અને અખબારોએ ભારત જેવા ગરીબ દેશની એરલાઇન્સ માટે આ વિશેષ એશટ્રે ડિઝાઇન કરવા માટે સાલ્વાડોર ડાલીએ કેટલું મહેનતાણું લીધું હશે તેની ચર્ચા શરૂ કરી દીધી હતી. તે સમયે વિશ્વ ના સમૃદ્ધ કહેવાતા દેશોમાં પણ એવી હિંમત નહોતી કે કોઈ મોંઘા કલાકારને તેમના મહેમાનો માટે ભેટો ડિઝાઇન કરવા મળે.

ડાલીએ ડબલ ઈમેજરી દર્શાવતી અનન્ય એશટ્રે ડિઝાઇન કરીને તેમની પ્રતિબદ્ધતા જાળવી રાખી. આ ટ્રેમાં હંસનો આકાર ઊંધો ફેરવવા પર હાથીનો આકાર લઈ લેતો હતો. આ અનોખી કલાકૃતિ ફ્રાન્સના પ્રખ્યાત પોર્સેલિન ઉત્પાદક લિમોજેસ દ્વારા બનાવવામાં આવી હતી. તેણે એર ઈન્ડિયા માટે લગભગ 500 એશ ટ્રે બનાવી. આમાંથી એક એશ ટ્રે સ્પેનના ક્રાઉન પ્રિન્સને પણ આપવામાં આવી હતી.

એર ઈન્ડિયાએ ક્યારેય આ એશ ટ્રેની કિંમત અને ઉત્પાદન ખર્ચ જાહેર કર્યો ન હતો, પરંતુ એવી અફવા હતી કે લાખો રૂપિયા એવા સમયે ચૂકવવામાં આવ્યા હતા. ત્યારે એક તોલા સોનું 80-100 રૂપિયા આસપાસ ભાવે મળતું હતું.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts