એક અદ્વિતીય ઈતિહાસ: સાલ્વાડોર ડાલી અને એર ઈન્ડિયાની સ્ટોરી
જ્યારે એર ઈન્ડિયાએ ડાલીને તેના મહેનતાણા વિશે પૂછ્યું તો ડાલીએ અનોખો જવાબ આપ્યો. તેણે કહ્યું કે તેને હાથી જોઈએ છે. ડાલીની આ વિચિત્ર માંગને શરૂઆતમાં મજાક માનવામાં આવી હતી. પરંતુ જ્યારે ડાલીએ તેને ગંભીરતાથી લીધી, ત્યારે એર ઈન્ડિયાને ખબર પડી કે ડાલીને ખરેખર અસલ હાથી જોઈતો હતો. ડાલીના આર્ટવર્કમાં હાથીઓ મુખ્ય રીતે દર્શાવવામાં આવ્યા હતા.
ભારત સરકારના આદેશ પર કર્ણાટકના જંગલમાંથી એક નાનો હાથી પકડાયો હતો. એ હાથીને એર ઈન્ડિયા દ્વારા બેંગ્લોરથી જિનીવા લઈ જવામાં આવ્યો જ્યાં તેને ડાલી સમક્ષ રજૂ કરવાનો હતો. એર ઈન્ડિયાના કોમર્શિયલ ડિરેક્ટર ઉન્નતિ પરીખ પણ પ્લેનમાં સવાર હતા જે હાથીને ડાલીને સોંપવા આતુર હતા.
જિનીવા પહોંચ્યા પછી આ હાથીને રોડ મારફત ડાલીના ઘરે પહોંચાડવાનો સૌથી મોટો પડકાર હતો. આ માટે ઈટાલીની મદદ લેવામાં આવી હતી. એક વિશાળ ઇટાલિયન આર્મી ટ્રક ભાડે રાખીને હાથીને જિનીવાથી સ્પેનની મુસાફરી પર મોકલવામાં આવ્યો હતો. આ યાત્રા લગભગ 700 કિલોમીટરની હતી.
ડાલીએ એક ભવ્ય સમારોહમાં આ હાથીનું સ્વાગત કર્યું અને તેનું નામ હેનીબલ રાખ્યું. આ હાથી 1971 સુધી ડાલીના જ ઘર પર રહ્યો હતો અને તેને જોવા માટે સ્પેનથી લોકો આવતા હતા. જ્યારે આ હાથી મોટો થયો ત્યારે તેને બાર્સેલોના ઝૂમાં મોકલી દેવામાં આવ્યો હતો.
પરંતુ હવે સવાલ એ ઊભો થાય છે કે ડાલી દ્વારા ડિઝાઇન કરાયેલી 500 એશ ટ્રેનું શું થયું? એર ઈન્ડિયાએ આ એશ ટ્રે તેના કેટલાક ખૂબ નસીબદાર અને શ્રીમંત ગ્રાહકોને ભેટમાં આપી છે. આજે તે એશ ટ્રે એક વિન્ટેજ તેમજ કીમતી ચીજવસ્તુમાં સામેલ છે. થોડા વર્ષો પહેલા મુંબઈના એક વ્યક્તિએ આ એશ ટ્રેની હરાજી કરી હતી જેને બ્રિટનના એક વ્યક્તિએ 2 કરોડ રૂપિયામાં ખરીદી હતી.
નોંધ: આ લેખ વિવિધ માહિતી સ્ત્રોતો પર ઉપલબ્ધ જાણકારી ભેગી કરીને લખવામાં આવેલો છે, આ લેખમાં ત્રુટીઓ હોઈ શકે છે.