આરતીને ગુસ્સો આવ્યો. બાળકની આવી જીદ એને પસંદ નહોતી. “ચીન્ટુ! આ કોઈ રીત છે? ધક્કો કેમ માર્યો પ્લેટને?” એ સહેજ અવાજ ઊંચો કરીને બોલી.
આટલું સાંભળતાં જ કમળાબેન રસોડામાંથી દોડતાં આવ્યાં. “અરેરે! શું થયું મારા ચીન્ટુને? શું કામ વઢી રહી છે મારા લાડલાને? એણે એવું તે શું કરી નાખ્યું?” એમણે ચીન્ટુને પોતાની પાસે ખેંચી લેતા પૂછ્યું.
ચીન્ટુએ તરત જ પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો. રોતલ અવાજે, આંખોમાં બનાવટી આંસુ લાવીને બોલ્યો, “દાદી… મમ્મી કાલે પણ મને વઢી હતી… અને મારા બેગમાંથી પૈસા પણ કાઢી લીધા હતા!”
આ સાંભળતા જ કમળાબેનનો પિત્તો ગયો. આંખો મોટી કરીને એમણે આરતી સામે જોયું. “હેં! બાળક પાસેથી પૈસા લેતા શરમ ના આવી તને? શું બગાડી નાખ્યું છે મારા દીકરાએ કે તું એને આટલી બધી વઢે છે? આ બધી હરકતો તારા પિયર ચાલતી હશે, પણ યાદ રાખજે, અહીં આ ઘરમાં આવી નિમ્ન કક્ષાની ચોરીઓ નહીં ચાલે! ચીન્ટુના પૈસા પાછા આપી દે તાત્કાલિક!”
આટલું અપમાન! પોતાને ચોર કહેવામાં આવી! પોતાના સંસ્કારો પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો! આરતીની ધીરજનો બંધ તૂટ્યો. એનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. એની આંખોમાં ક્રોધની ચમક આવી.
“નહીં આપું!” આરતીએ મક્કમ અવાજે કહ્યું. “ભલે હું નાના ઘરમાંથી આવી છું, પણ મારા સંસ્કાર નાના નથી! તમારા આ લાડલા ચીન્ટુએ મારા પર્સમાંથી પૈસા કાઢ્યા હતા! એને પૂછો! હવે તો ચોરી કરતાં પણ શીખી ગયો છે! આની જેટલી જીદ પૂરી કરીએ છીએ, એટલો જ વધુ ને વધુ જીદ્દી થયો જાય છે! આવા લાડ લડાવીને તમે એને બગાડી રહ્યા છો!”
આરતીની વાત સાંભળી કમળાબેન હેબતાઈ ગયાં, પણ ચીન્ટુનો હાથ પકડીને ઊભા રહ્યાં.
એટલામાં જ ડ્રોઈંગ રૂમમાંથી આરતીના સસરા, મનુભાઈ, બહાર આવ્યા. તેમણે બધી વાત સાંભળી હતી. તેમના ચહેરા પર શાંતિ હતી પણ અવાજમાં દ્રઢતા હતી.
“બહુ સારું કર્યું, વહુ. હું હોત તો આને આનાથી પણ વધુ સજા આપત,” તેમણે ચીન્ટુ સામે જોઈને કહ્યું. પછી તેમણે કમળાબેન સામે જોયું. “અને હા, વહુએ એ.સી. બંધ કર્યું હતું, કારણ કે મેં જ એને તેમ કરવાનું કહ્યું હતું. તને રાત્રે ઠંડી ના લાગે અને તબિયત ના બગડે એટલે.”
મનુભાઈએ કમળાબેનની આંખોમાં આંખ પરોવીને કહ્યું, “વહુને નાના ઘરની, નાના વિચારો વાળી કહે છે! પણ તારા પોતાના વિચાર તો જો કેવા નાના થઈ ગયા છે! આટલા વર્ષોથી આ ઘરમાં રહે છે, બધાનું ધ્યાન રાખે છે, સાચવે છે. આ ઘરને એણે સાચવ્યું છે! હવે ધ્યાન રાખજે કે કોને શું કહેવું જોઈએ અને કોના સંસ્કાર મોટા છે!”
મનુભાઈની વાત સાંભળીને કમળાબેન નીચું જોઈ ગયાં. ચીન્ટુ પણ દાદાનો ગુસ્સો જોઈને ચૂપ થઈ ગયો.
આ પ્રસંગ ઘણા સવાલો મૂકી જાય છે. અસલમાં નાનું કોણ? શું પૈસાથી સંસ્કાર ખરીદી શકાય છે? જે ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય, ત્યાં સરસ્વતીજીનો પણ વાસ હોવો જરૂરી છે કે નહીં? સંપત્તિ મોટી કે સંસ્કાર?
તમને આ વાર્તા પસંદ પડી હોય તો લાઈક કરજો અને શેર કરજો, જેથી આ વાર્તા બીજા લોકો સુધી પણ પહોંચે.