સાસુની ગેરહાજરીમાં વહુએ પતિને કહ્યું, મમ્મીને આટલા મોટા ફ્લેટની શું જરુર છે, આ ફ્લેટ વેંચી નાખો... તો પતિએ પત્નીને જવાબમાં કહ્યું...

કંચનબેન પોતાના ત્રણ બેડરૂમ વાળા આલિશાન ફ્લેટ માં એકલા જ રહેતા હતા. તેઓને સંતાનમાં બે દિકરા હતા. મોટો દીકરો રાકેશને નોકરી હોવાથી બીજા શહેરમાં રહેતો હતો અને નાનો દીકરો હજી ભણી રહ્યો હતો એટલે તે હોસ્ટેલમાં રહેતો હતો.

મોટા દીકરા ના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા. દીકરો અને વહુ બંને બીજા શહેરમાં રહેતા હતા અને દીકરાને નોકરીમાં રજા હોય ત્યારે અવારનવાર કંચન બેન ને ઘરે તેઓ આવતા અને થોડા દિવસ રોકાતા પણ ખરા.

આલિશાન ફ્લેટ માં એકલા રહેતા તેમ છતાંય રસોઈ તેઓ જાતે જ બનાવતા અને બીજું ઘરકામ પણ જાતે જ કરતા હતા. આજે રાત્રે પણ તેઓએ રસોઈ બનાવી જમીને નવરા પડી ટીવી જોવા બેસી ગયા થોડા સમય સુધી ટીવી જોયા પછી આંખો ઘેરાવા લાગી એટલે ટીવી બંધ કરીને તેઓ પોતે હજુ તેના રૂમમાં સુવા માટે જઈ રહ્યા હતા… એવામાં અચાનક જ ડોરબેલ વાગી.

ઘડિયાળમાં જોયું તો લગભગ અગિયાર વાગ્યા હતા. રાત્રે આવા સમયે કોણ આવ્યું હશે? પહેલા તો કંચન બેન થોડા ગભરાઈ ગયા. પરંતુ બારણા પાસે જઈને જોયું તો તેનો મોટો દીકરો અને વહુ ઉભા હતા.

દરવાજો ખોલ્યો અને કહ્યું અરે તમે બંને આવ્યા, એ પણ જાણ કર્યા વગર. ફોન કરીને જાણ તો કરાય ને.

દિકરો રાકેશ બોલ્યો મમ્મી આવતી કાલે તમારો જન્મદિવસ છે એટલા માટે સરપ્રાઇઝ દેવા માટે આવ્યા છીએ.

કંચનબેને હસીને કહ્યું અરે બેટા, આવી સરપ્રાઈઝ રહેવા દો. તરત જ ફ્રીઝ માંથી ઠંડુ પાણી આપતાં પુછ્યુ… બેટા, જમીને આવ્યા કે બાકી છે?

વહુએ કહ્યું મમ્મી અમે જમીને જ આવ્યા છીએ. તમે હેરાન ન થતાં. પરંતુ રાકેશ બોલ્યો મમ્મી, તમારાં હાથની રસોઈ જમ્યાંને ઘણો સમય વીતી ગયો છે, એટલે હું તો થોડું જમીશ.

કંચનબેને તરત જ ગરમાગરમ રોટલી બનાવી. શાક અને હલવો બંને ફ્રીજમાં હતા. રાકેશને કંચનબેન ના હાથ ની રસોઈ અત્યંત પસંદ આવતી. જમીને આવ્યો હોવા છતાં થોડું ખાધું પછી સુઈ ગયા.

બીજા દિવસે સવારે કંચન બેનનો નિત્યક્રમ હોવાથી સવારે જાગીને તરત જ ફ્લેટમાં નીચે રહેલા ગાર્ડન પર વોકિંગ કરવા ગયા. દીકરો અને વહુ બંને સુઈ રહ્યા હતા.

વોકિંગ કરી ને પાછા ઘરે આવી રહ્યા હતા ત્યારે દૂધ અને શાકભાજી પણ સાથે લઈને આવ્યા. હજુ રાકેશ અને વહુ જાગ્યા નહોતા. દીકરો-વહુ જાગે તે પહેલા કંચનબેન નાહીને તૈયાર થઈ ગયા અને પૂજા-પાઠ પણ કરી લીધા.

દીકરા રાકેશને ખમણ ઢોકળાં ખૂબ જ પસંદ હતા. તૈયાર થઈને કંચનબેન ખમણ ઢોકળાં બનાવવા લાગ્યા અને સાથે બીજો બધો નાસ્તો તૈયાર કર્યો.

એવામાં દીકરો વહુ પણ તૈયાર થઈને આવ્યા. બધાએ સાથે બેસીને નાસ્તો કર્યો. રાકેશ ને પહેલેથી જ કંચનબેન ના હાથ ની કોઈપણ રસોઈ ખૂબ જ ભાવતી અને એમાં પણ ખમણ ઢોકળાં હોય એટલે રાકેશ ખૂબ ખુશ થઈ જતો.

ભરપૂર આનંદ થી નાસ્તો કર્યો અને રાકેશે ખમણ ઢોકળાંના પણ ખુબ જ વખાણ કર્યા આ વાત વહુ ને સહેજ ખટકી હોય તેવું કંચનબેન ને લાગ્યું.

કંચનબેન રીટાયર્ડ ગવર્મેંટ સર્વંટ હોવાથી દિવસમાં તેઓને ભાગ્યે જ ઘરની બહાર નીકળવાનું થતું. સવારે અને સાંજે વોકિંગ કરવા જાય એ સિવાય લગભગ કોઈ કામ હોય તો જ ઘરમાંથી બહાર નીકળવાનું થતું.

આજે સોસાયટીની એક મીટીંગ હોવાથી રાકેશને કહ્યું હું લગભગ અડધો કલાકમાં મિટિંગ માં જઈને આવું છું. રાકેશ અને તેની વહુ બંને ત્યાં જ બેઠા હતા દરવાજો પણ ખુલ્લો હતો.

મીટીંગ માં ગયા, મુદ્દો બહુ વધારે મોટો ન હોવાથી થોડા જ સમયમાં મિટિંગ પૂરી થઈ ગઈ. મિટિંગમાંથી પાછા ફર્યા.

હજુ તેઓ ફ્લેટમાં અંદર જાય તે પહેલા વહુ અને દીકરા વચ્ચે કંઈક વાત થઇ રહી હતી. કંચનબેનને બહારથી સંભળાયુ, વહુએ રાકેશને કહ્યું મમ્મીના એકલા માટે આટલા મોટા અને વિશાળ ફ્લેટ ની શું જરૂર છે? આપણે બે હોવા છતાં આનાથી પણ નાના ફ્લેટમાં ભાડે રહીએ છીએ. આ ફ્લેટ વેંચી નાખો અને મમ્મી ને કહો આપણી સાથે રહેવા આવી જાય, આ ફ્લેટ વેચાય તો તેના રુપિયા આવે તે આપણને કામ લાગી શકે અને ભાડા બંધ કરી આપણે પણ મોટો ફ્લેટ ખરીદી શકીએ.
અને બીજું કે મમ્મી કેટલા સ્માર્ટ છે, દૂધ, શાકભાજી બધું તે લઈને આવ્યા. અને જમવાનું પણ કેટલું જલ્દી અને સારું બનાવે છે. આપણે મમ્મી ને સાથે લઈ જઈએ તો કામવાળીની જરૂર પણ નહીં રહે અને આપણે બંનેને બહાર ફરવાં જવું હોય તો કોઈપણ જાતનું જોખમ જ નહીં.

આ વાત સાંભળી અને રાકેશ ઉભો થઇ જોરથી રાડો પાડી અને બોલ્યો અરે, સાક્ષી તને શરમ નથી આવતી આવું બોલતા. એ મારી મા છે મા. મમ્મી એક ઈમાનદાર ગવર્મેંટ સર્વંટ હતા. દિવસભરમાં તારા જેવી કેટલીય ને સંભાળતા. બંગલો, ગાડી, નોકર બધું હતું. આ ફ્લેટ પણ તેઓએ પોતાની કમાણીમાંથી જ ખરીદેલો છે. અને આ ત્રણ બેડરૂમનો આલિશાન ફ્લેટ એટલા માટે જ ખરીદી કર્યો છે કે આપણે બધા સાથે રહી શકીએ. પપ્પાના ગયા પછી અમને બંને ભાઈઓને ભણાંવી-ગણાવી અને લાયક બનાવવામાં તેનો જ સૌથી મોટો ફાળો છે.

આપણે હું નોકરી કરુ છુ ત્યાં ફ્લેટ એટલે નથી લીધો કે થોડા સમય સુધી નોકરી કરી અહિં જ નવો બિઝનેસ ચાલું કરવો છે. અને નાનો ભાઈ પણ ભણીને અહિં જ સેટ થવા માંગે છે. અને તું મમ્મીને નોકરાણી નો દરજ્જો આપવા ઈચ્છે છે? ફરી વખત જો આવી વાત તારા મુખે આવી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય અને આ વાતનું ખાસ ધ્યાન રાખજે…

કંચનબેન ત્યાં ઉભા ઉભા બધું સાંભળી રહ્યા હતા. મનમાં ને મનમાં તેઓને તેના દિકરા પર ગર્વ થવા લાગ્યો, અને મનમાં જ બોલી ઉઠ્યા કે વાહ મારા દીકરા, તે તારા પિતાની હયાતી ન હોવા છતાં મારું સન્માન જાળવી રાખ્યું.

પછી તેઓએ અંદર ફ્લેટ માં પ્રવેશ કર્યો તો તેઓને જોઈને વહુનું મોઢું શરમથી ઝુકી ગયું. પરંતુ કંચનબેને તો જાણે કશું સાંભળ્યું જ ના હોય એ રીતે અંદર જતા રહ્યા.

આ ભલે કદાચ સ્ટોરી હશે પરંતુ આજે પણ ઘણા પરિવારમાં આ હકિકત બને તો નવાઈ નહીં કારણ કે બધા લોકો રાકેશની જેમ સમજદાર નથી હોતા.

આ જ સ્ટોરી મધુર સંગીત સાથે સાંભળીને અનુભવવા માટે નીચેનો વીડીયો અચુક જુઓ અને આવી જ બીજી રસપ્રદ સ્ટોરી સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો...

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team