સાસુની ગેરહાજરીમાં વહુએ પતિને કહ્યું, મમ્મીને આટલા મોટા ફ્લેટની શું જરુર છે, આ ફ્લેટ વેંચી નાખો… તો પતિએ પત્નીને જવાબમાં કહ્યું…
ભરપૂર આનંદ થી નાસ્તો કર્યો અને રાકેશે ખમણ ઢોકળાંના પણ ખુબ જ વખાણ કર્યા આ વાત વહુ ને સહેજ ખટકી હોય તેવું કંચનબેન ને લાગ્યું.
કંચનબેન રીટાયર્ડ ગવર્મેંટ સર્વંટ હોવાથી દિવસમાં તેઓને ભાગ્યે જ ઘરની બહાર નીકળવાનું થતું. સવારે અને સાંજે વોકિંગ કરવા જાય એ સિવાય લગભગ કોઈ કામ હોય તો જ ઘરમાંથી બહાર નીકળવાનું થતું.
આજે સોસાયટીની એક મીટીંગ હોવાથી રાકેશને કહ્યું હું લગભગ અડધો કલાકમાં મિટિંગ માં જઈને આવું છું. રાકેશ અને તેની વહુ બંને ત્યાં જ બેઠા હતા દરવાજો પણ ખુલ્લો હતો.
મીટીંગ માં ગયા, મુદ્દો બહુ વધારે મોટો ન હોવાથી થોડા જ સમયમાં મિટિંગ પૂરી થઈ ગઈ. મિટિંગમાંથી પાછા ફર્યા.
હજુ તેઓ ફ્લેટમાં અંદર જાય તે પહેલા વહુ અને દીકરા વચ્ચે કંઈક વાત થઇ રહી હતી. કંચનબેનને બહારથી સંભળાયુ, વહુએ રાકેશને કહ્યું મમ્મીના એકલા માટે આટલા મોટા અને વિશાળ ફ્લેટ ની શું જરૂર છે? આપણે બે હોવા છતાં આનાથી પણ નાના ફ્લેટમાં ભાડે રહીએ છીએ. આ ફ્લેટ વેંચી નાખો અને મમ્મી ને કહો આપણી સાથે રહેવા આવી જાય, આ ફ્લેટ વેચાય તો તેના રુપિયા આવે તે આપણને કામ લાગી શકે અને ભાડા બંધ કરી આપણે પણ મોટો ફ્લેટ ખરીદી શકીએ.
અને બીજું કે મમ્મી કેટલા સ્માર્ટ છે, દૂધ, શાકભાજી બધું તે લઈને આવ્યા. અને જમવાનું પણ કેટલું જલ્દી અને સારું બનાવે છે. આપણે મમ્મી ને સાથે લઈ જઈએ તો કામવાળીની જરૂર પણ નહીં રહે અને આપણે બંનેને બહાર ફરવાં જવું હોય તો કોઈપણ જાતનું જોખમ જ નહીં.
આ વાત સાંભળી અને રાકેશ ઉભો થઇ જોરથી રાડો પાડી અને બોલ્યો અરે, સાક્ષી તને શરમ નથી આવતી આવું બોલતા. એ મારી મા છે મા. મમ્મી એક ઈમાનદાર ગવર્મેંટ સર્વંટ હતા. દિવસભરમાં તારા જેવી કેટલીય ને સંભાળતા. બંગલો, ગાડી, નોકર બધું હતું. આ ફ્લેટ પણ તેઓએ પોતાની કમાણીમાંથી જ ખરીદેલો છે. અને આ ત્રણ બેડરૂમનો આલિશાન ફ્લેટ એટલા માટે જ ખરીદી કર્યો છે કે આપણે બધા સાથે રહી શકીએ. પપ્પાના ગયા પછી અમને બંને ભાઈઓને ભણાંવી-ગણાવી અને લાયક બનાવવામાં તેનો જ સૌથી મોટો ફાળો છે.
આપણે હું નોકરી કરુ છુ ત્યાં ફ્લેટ એટલે નથી લીધો કે થોડા સમય સુધી નોકરી કરી અહિં જ નવો બિઝનેસ ચાલું કરવો છે. અને નાનો ભાઈ પણ ભણીને અહિં જ સેટ થવા માંગે છે. અને તું મમ્મીને નોકરાણી નો દરજ્જો આપવા ઈચ્છે છે? ફરી વખત જો આવી વાત તારા મુખે આવી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય અને આ વાતનું ખાસ ધ્યાન રાખજે…
કંચનબેન ત્યાં ઉભા ઉભા બધું સાંભળી રહ્યા હતા. મનમાં ને મનમાં તેઓને તેના દિકરા પર ગર્વ થવા લાગ્યો, અને મનમાં જ બોલી ઉઠ્યા કે વાહ મારા દીકરા, તે તારા પિતાની હયાતી ન હોવા છતાં મારું સન્માન જાળવી રાખ્યું.
પછી તેઓએ અંદર ફ્લેટ માં પ્રવેશ કર્યો તો તેઓને જોઈને વહુનું મોઢું શરમથી ઝુકી ગયું. પરંતુ કંચનબેને તો જાણે કશું સાંભળ્યું જ ના હોય એ રીતે અંદર જતા રહ્યા.
આ ભલે કદાચ સ્ટોરી હશે પરંતુ આજે પણ ઘણા પરિવારમાં આ હકિકત બને તો નવાઈ નહીં કારણ કે બધા લોકો રાકેશની જેમ સમજદાર નથી હોતા.
આ જ સ્ટોરી મધુર સંગીત સાથે સાંભળીને અનુભવવા માટે નીચેનો વીડીયો અચુક જુઓ અને આવી જ બીજી રસપ્રદ સ્ટોરી સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો…