ગમે તેવો સમય હોય, આ એક વસ્તુ હશે તો તમને સફળ થતાં કોઈ રોકી નહીં શકે! વાંચો

પાણીને એક વાસણમાં લઈ સ્ટવ ઉપર મુકવામાં આવે ગરમ થતા તાપમાન 98 ડિગ્રી થાય 99 ડિગ્રી થાય અને બરાબર ત્યારે જ સ્ટવ બંધ કરી દઈએ તો શું થાય?
.
.

હા તમે વિચાર્યું એ સાચું હતું, પાણી ઉકળે જ નહીં.

જો પાણીને ઉકાળવાનો હેતુ હોય તો એને 100 ડિગ્રી તાપમાન સુધી તો ગરમ કરવું જ પડે.

આવું જ કંઇક છે આપણે હાથ પર લીધેલા કામનું, શું એ કાર્યમાં સો ટકા ભરોસો છે પોતાની જાત પર? એટલો વિશ્વાસ છે કે એ કાર્ય ગમે તેવી મુશ્કેલ હોય તો પણ એ પાર પડશે જ? એટલી છલોછલ આત્મશ્રદ્ધા છે કે એ કાર્ય સફળ થઈને જ રહેશે?

વનસ્પતિમાં પણ જીવ છે એવું સત્ય જગદીશચંદ્ર બોઝ એ જાહેર કર્યું, ત્યારે એ ઘણા વિજ્ઞાનીઓ ને ગમ્યું ન હતું. અને એની વાતને માનવા તૈયાર જ નહોતા. જગદીશ ચંદ્ર બોઝ એક સભામાં એમના સંશોધન અને તારણની વાત રજુ કરતા હતા ત્યારે એના એક વિરોધી વિજ્ઞાનીએ જગદીશચંદ્ર બોઝ ને પડકાર ફેકયો.

એણે કહ્યું જો વનસ્પતિ માણસની જેમ જીવવું હોય તો માણસના શરીર પર જેવી અસર થાય એવી અસર વનસ્પતિ પર પણ થવી જોઈએ. માણસને ઝેર આપો તો એના ગાત્રો શિથિલ થઈ જાય, એ જ રીતે વનસ્પતિને ઝેર આપવાથી એનામાં શિથિલતા આવી જાય ખરી?

જગદીશ ચંદ્ર બોઝ એ કહ્યું જેવી લાગણી અને સંવેદના માણસ અનુભવે એ વેદના વનસ્પતિનેય થતી હોય છે. એના પર ઝેરનીય અસર થાય જ.

આ વાત સાબિત કરવા પહેલાં વૈજ્ઞાનિકે ઝેરની એક પડીકી બોઝને આપી. ઇન્જેક્શન વડે એ ઝેરને વનસ્પતિમાં દાખલ કરવામાં આવ્યું. બધા લોકો આ પ્રયોગ જોતા હતા પણ વનસ્પતિ પર કશી અસર થઈ નહીં એટલે પેલો વૈજ્ઞાનિક તો ગેલમાં આવીને કહેવા લાગ્યો કે શ્રીમાન બોઝ નો સિદ્ધાંત બેબુનિયાદ અને પાયા વિહોણો છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts