શરદી ઉધરસ માં દવા નહીં પણ આ વસ્તુ આપશે રાહત: સેલેબ ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકર
ઠંડીના વાતાવરણમાં ઘણા લોકોને નાક બંધ થઇ જવું, ઉધરસ આવવી ગળામાં ઇન્ફેક્શન થઈ જવું કે શરદી વગેરે જેવી સામાન્ય પરેશાનીઓ રહે છે. પરંતુ આનાથી છુટકારો પામવા માટે આપણામાંથી ઘણા લોકો દવા કરાવે છે તો ઘણા લોકો ઘરેલું નુસખાઓ કરતા હોય છે પરંતુ જોઈએ તેવી રાહત મળતી નથી. અને ખુશીની વાત એ છે કે થોડા દિવસ પહેલા મશહૂર લેખક અને જેઓએ સેલિબ્રિટી સાથે પણ કન્સલ્ટિંગ કરેલું છે એવા rujuta diwekar એ એક ઘરેલુ અને ખૂબ જ આસાન નુસખો જણાવ્યો છે.
આ નુસખો કઈ રીતે કરવો અને તેમાં શું લેવું ચાલો જાણીએ. હવેથી શરદી-ઉધરસમાં દવા ની જગ્યાએ ઉપયોગ કરી શકાય છે આ નુસખો છે સાકર. આપણે સામાન્ય રીતે આવી પરેશાનીઓથી તંગ આવીને દવા નો સહારો લેતા હોઈએ છીએ. પરંતુ એની જગ્યા પર આ નુસખો કામ આવી શકે છે. ચાલો જાણીએ શું કહે છે આ મશહૂર ન્યુટ્રિશનિસ્ટ આ નુસખા વિશે।.
આ પહેલા પણ તે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામાન્ય માણસ ને લઈને ઘણા નુસખાઓ શેર કરતી રહે છે જે આપણને ઘણા કામ લાગી શકે છે. એવી જ રીતે તેને જણાવ્યું હતું કે સાકર પણ ઘણા પ્રોબ્લેમ દૂર કરી શકે છે. તેનું કહેવું છે કે નાની મોટી સમસ્યા ને કુદરતી રીતે દૂર કરી શકાય છે. તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને કહ્યું હતું કે શરદી ઉધરસ તેમજ ગળાના ઇન્ફેકશન અથવા બંધ નાક માટે સાકર ખૂબ જ અસરકારક ઘરેલુ ઉપાય સાબિત થઈ શકે છે.
તેને પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે ગળામાં ઇન્ફેક્શન, બંધ નાક અને શરદી ઉધરસ હોય તો સાકર ટ્રાય કરવી જોઈએ. તદુપરાંત તેણે લખ્યું હતું કે આયુર્વેદમાં સાકર એટલે કે મિસરી નો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. આ ન માત્ર શરદી-તાવથી રાહત આપે છે પરંતુ એનાથી આપણી પાચનશક્તિ પણ મજબૂત થાય છે. આ સિવાય સાકર એસિડિટી અને ગેસ્ટ્રીક માં પણ ફાયદાકારક છે. જો તમે સાકરને મીઠી વસ્તુ માનીને ખાવાનું ઇગ્નોર કરતા હોય તો જણાવી દઈએ કે આ 1 ઔષધી છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
ઘણા લોકોને પ્રશ્ન થશે કે સાકર ફાયદાકારક કેમ છે? સામાન્ય રીતે લોકોનું એવું માનવું હોય છે કે સાકર મા સુગર હોવાથી આ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. પરંતુ હકીકતમાં આવું માનવું તે માત્ર એક મિથ છે. આયુર્વેદમાં કહેવાયું છે કે સાકર રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે જેથી શરીર બેક્ટેરિયા સાથે લડવામાં વધુ સક્ષમ બને છે. સાકરને બનાવવા માટે શેરડી નો ઉપયોગ થાય છે આથી સાકર unrefined હોય છે. પોષક તત્વોથી ભરપૂર સાકરનો ઉપયોગ તમે રેગ્યુલર પ્રોસેસ્ડ સુગર ની જગ્યા પર પણ કરી શકો છો. આ શરીરમાં હિમોગ્લોબીન ના સ્તરને મેન્ટેન કરે છે. જેનાથી લોહીનું સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને શરીર એનિમિયા માંથી બચે છે.