શહીદ મેજર ના ઘરે પહોંચ્યા UP CM યોગી ના પિતા, કહ્યું- મિસાઇલોથી મિટાવી નાખો પાકિસ્તાન
જણાવી દઈએ કે શનિવારે IED વિસ્ફોટમાં શહીદ થયેલા મેજર ચિત્રેશ ના આવતી 7 માર્ચે લગ્ન થવાના હતા. ત્યાં સુધી કે લગ્ન માટે હોટલ પણ બૂક થઇ ચૂકી હતી. તેઓના રિટાયર થયેલા ઇન્સ્પેક્ટર પિતા લોકોને કંકોત્રી વહેંચવામાં વ્યસ્ત હતા. પરંતુ શનિવારે સાંજે દીકરાની શહાદતની ખબર પડતાં જ આખો પરિવાર તૂટી પડયો હતો.
તેઓએ જણાવ્યું હતું કે તેનો અંતિમ સંસ્કાર સોમવારે કરવામાં આવશે. શહીદ મેજર ના એક ભાઈ વિદેશમાં નોકરી કરતા હોવાથી ભાઈના પહોંચ્યા પછી અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
મેજર ના શહીદ થવા પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી એ પણ કહ્યું હતું કે રાજૌરી ના નૌશેરા સેક્ટરમાં થયેલા IED બ્લાસ્ટ માં ઉત્તરાખંડના મેજર સહિત થયા છે. હું મેજરના આ સર્વોચ્ચ બલિદાન ને કોટી કોટી નમન કરતા તેના પરિજનો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરું છું. અને ભરોસો આપું છું કે આ દુઃખની અને મુશ્કેલીની ઘડીમાં આખો દેશ તેની સાથે છે.