શિયાળામાં આ 4 ફળોનું સેવન કરવાથી કંટ્રોલમાં રહે છે શુગર લેવલ, ડાયાબિટીસના દર્દીઓએ અચૂક વાંચવું
સફરજનમાં એન્ટીઓક્સીડેન્ટ રહેલાં હોય છે જે હૃદયને રક્ષણ આપે છે. સાથે સાથે સફરજનમાં વિટામીન સી પણ મળી આવે છે. સાથે સાથે સફરજનમાં કેલરી પણ ખૂબ ઓછી હોય છે તેમજ સફરજનના સેવનથી બ્લડ પ્રેશર પણ સામાન્ય રહે છે અને બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.
સંતરા
સંતરામાં ફાઇબર તો હોય જ છે સાથે સાથે સંતરા એન્ટીઓક્સીડેન્ટ પણ છે અને તેમાં વિટામીન સી પણ મળી આવ્યા છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સંતરાનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઓછું થાય છે અને સાથે સાથે બ્લડપ્રેશર તેમજ કોલેસ્ટ્રોલ સંબંધિત મુશ્કેલીઓથી પણ રાહત મળે છે.
કીવી
આ ફળમાં વિટામીન સી, ફાઇબર પોટેશિયમ તેમજ એન્ટિઓક્સિડન્ટ ના ગુણ મળી આવે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે દવા થી ઓછા નથી. ઘણા સંશોધનોમાં પણ બહાર આવ્યું છે કે કીવી નું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ ઘટે છે.
જાંબુ
તમે જાણતા જ હશો કે જાંબુ મોસમી ફળ છે તેમ જ તે સ્વાદમાં ખટમીઠું હોય છે. જણાવી દઈએ કે જાંબુ માં ઘણા પોષક તત્વ મળી આવે છે. તેમ છતાં આ ફળમાં ગ્લાઇસેમીક ઈન્ડેક્સ ખુબ જ ઓછો હોય છે. અમેરિકાના ડાયાબિટીસ એસોસિયેશન હતો આ ફળને ડાયા ડાયાબિટીસ માટે સુપર ફૂડ્સની શ્રેણીમાં સ્થાન આપ્યું છે. આ ફળમાં એન્ટિ એકસીડન્ટ તેમજ ફાઇબરના ગુણો મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એક સંશોધનમાં એવો પણ ખુલાસો થયો હતો કે આ ફળ બ્લડ સુગર તેમજ ઈન્સ્યુલીન માં પણ સુધારો કરી શકે છે.
આ ખૂબ જ અગત્યની માહિતી છે એટલે અમે આશા રાખીએ છીએ કે તમે આ લેખને દરેક લોકો સાથે શેર કરશો. આ સિવાય ડાયાબિટીઝના લક્ષણો કયા કયા હોય છે તેના વિશે અહીં ક્લિક કરીને જાણી શકો છો.