જ્યોતિષ શાસ્ત્ર માં શનિ દેવ ને ન્યાય ના દેવતા કહેવામાં આવે છે. કહેવાય છે કે શનિદેવ વ્યક્તિ ને સારા અને ખરાબ કાર્ય નું ફળ હંમેશા આપે છે. એટલે કે કર્મો પ્રમાણે શનિ નું ફળ મળે છે. આથી જો સારા કર્મો કરેલા હોય અને શનિ ની દશા સારે હોય તો અવશ્ય સારું ફળ મળે છે. એવું પણ કહેવાય છે કે શનિદેવ ની નજરો થી કોઈ બચી શકતું નથી. જ્યોતિષ શાસ્ત્ર માં પણ શનિ નું મહત્વ ખાસ છે.
જ્યોતિષવિદ અનુસાર જે લોકોની કુંડળી માં શનિ ગ્રહ ની ખરાબ અસર હોય તે પોતાના જીવનમાં ઘણા પ્રકારની મુસીબતો નો સામનો કરવો પડે છે. પરંતુ શનિ નો ગ્રહ કમજોર ક્યારે પડે છે? તેના માટે પણ કહેવાયું છે કે અમુક પ્રકારના કામ કરવાથી આપણી ઉપર શનિ ની ખરાબ અસર પડી શકે છે. આથી આવા કામો ન કરવા જોઈએ, ચાલો જાણીએ ક્યાં છે એ કામો…
ઘણા લોકો હાથે કરીને મહેનત કરવાવાળા લોકો ને હેરાન પરેશાન કરે છે. જણાવી દઈએ કે આનાથી પણ તે વ્યક્તિ પર ખરાબ અસર પડી શકે છે અને નુકશાન ભોગવવાનો વારો આવે છે.
માનવામાં આવે છે કે જો વડીલો સાથે અવારનવાર ઝઘડો કરવામાં આવે તો તેનો ખરાબ અસર માણસ પર પડે છે. કહેવાય છે કે વડીલો સાથે અને ખાસ કરિને પિતાથી મોટા ભાઈ તેમજ નાના ભાઈ સાથે ઝઘડો કરવાથી તે વ્યક્તિને સમાજમાં માન સમ્માન મળતું બંધ થઈ જાય છે.
ઘણા લોકો કોઈ મકાન કે દુકાન ખાલી કરતા હોતા નથી, જણાવી દઈએ કે માનવામાં આવે છે કે આનાથે પણ શનિદેવ ની ખરાબ અસર તેના ઉપર પડે છે.
ઘણા લોકો ને વારંવાર અપશબ્દો બોલવાની આદત હોય છે, નાની નાની વાતો માં પણ આવા લોકો અપશબ્દો બોલવા લાગે છે. એવું માનવામાં આવે છે કે આવા લોકો ને પણ શનિદેવ ખરાબ ફળ આપે છે. ખાસ કરીને સફળતા મેળવવા માટે આવા લોકોને બહુ સંઘર્ષ કરવો પડે છે ત્યારે જઈને સફળતા આવા લોકોને હાથ લાગે છે.
એવું પણ કહેવાય છે કે શરાબ, માંસ આદિ નું સેવન કરવું પણ ખરાબ છે. આવું કરવાથી પણ શનિ નો ખરાબ પ્રકોપ પડે છે.