જેને ગ્રહો ના રાજા ગણવામાં આવે છે તે સૂર્ય અત્યારે તુલા રાશિમાં છે અને આવતીકાલે એટલે કે ૧૭ નવેમ્બરના રોજ શનિવારના દિવસે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.
સૂર્ય ના વૃશ્ચિક રાશિના પરિભ્રમણથી દરેક રાશિઓને ઘણો પ્રભાવ પડવાનો છે. જે રાશિને અત્યાર સુધી સૂર્ય ના અશુભ પરિણામો ને ભોગવવા પડી રહ્યા હતા તેવા લોકોને સારા ફળ મળશે અને રાહત મળશે. જણાવી દઈએ કે સૂર્ય વૃશ્ચિક રાશિમાં 17 ડિસેમ્બર સુધી રહેશે.
હિંદુ ધર્મ શાસ્ત્રો માં સૂર્ય જ એ ગ્રહ છે જેને જીવનને સૌથી વધારે પ્રભાવિત કર્યાનું મનાય છે. ચાલો જાણીએ આ સ્થળાંતરથી કઈ રાશિ મા કેવો પ્રભાવ પડશે…
સુર્ય ના વૃશ્ચિક રાશિમાં સ્થળાંતરથી સૌથી વધારે ફાયદો મેષ રાશિ ને થવાનો છે. આ પરિભ્રમણથી મેષ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા સુખ મળશે. આ સમય શુભદાયી સાબિત થશે તદુપરાંત શિક્ષા ક્ષેત્રે રહેલા લોકોને પણ સફળતા મળશે. વેપાર-ધંધામાં અણધારી સફળતા મળશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ દૂર રહેશે.
આ સ્થળાંતર ના પ્રભાવથી સિંહ રાશિના લોકો માટે કઠોર પરિણામ આવી શકે છે. પરિવારમાં વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. ખોટા વિચાર વાળા વ્યક્તિઓ થી બચીને રહેવું. સ્વાસ્થ્યનું ખાસ કરીને ધ્યાન રાખવું.
કન્યા રાશિના લોકો માટે સ્વભાવમાં બદલાવ આવી શકે, પોતાના ગુસ્સા પર અને અહમ પર નિયંત્રણ રાખવું. યાત્રાઓ થઈ શકે, સ્વાસ્થ્યમાં કમજોરી ન રહે તેનું ધ્યાન રાખવું. તણાવને તમારી ઉપર હાવી ન થવા દેવું. ધ્યાન કરવાથી તમને લાભ થશે. કારકિર્દીમાં ઉતાર-ચડાવ આવી શકે, સૂર્યદેવની પૂજા કરવી અને તેને જળ અર્પણ કરવું.
વૃષભ રાશિના લોકો માટે આ સ્થળાંતર ખૂબ સારુ ફળ આપશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ લાભદાયી રહેશે, મહેનત કરવાથી સફળતા જલ્દી મળશે. વેપાર-ધંધામાં આર્થિક લાભ થઈ શકે. નોકરીની તપાસમાં હોય તો આ સમય ઉત્તમ છે. જીવનસાથી તરફથી લાભ મળશે.
તુલા રાશિ માટે સૂર્ય દ્વિતીય સ્થાનમાં હશે. તુલા રાશિમાં સૂર્ય લગ્નેશ શુક્ર નો શત્રુ હોવાથી પાપ ફળદાયી હશે. પરંતુ પોતાની મિત્ર રાશિ વૃશ્ચિકમાં હોવાને કારણે આ ધન સંગ્રહણ માં સહાયક રહેશે. આર્થિક લાભ માટે શિવોક્ત સૂર્યાષ્ટકમ કરવું.
વૃશ્ચિક રાશિના લોકો માટે આ સ્થળાંતર સમસ્યા ઉભી કરી શકે છે. સાથે-સાથે દૂરની યાત્રાનો યોગ બની રહ્યો છે. વિદેશ પણ જવાનો મોકો મળી શકે છે. સાથે આર્થિક વ્યય ન થાય તેનું ધ્યાન રાખવું. સ્વાસ્થ્ય માટે સમસ્યા ઉભી થઈ શકે આથી કાળજી રાખવી.
મિથુન રાશિમાં આ સ્થળાંતર થવાથી કામનો બોજ રહેશે પરંતુ સાથે સાથે આ સ્થળાંતર ફળદાયી રહેશે. વડીલો પાસેથી લાભ મળશે. અને સ્વાસ્થ્યની બાબતમાં કાળજી રાખવી. મહેનત કર્યા બાદ સફળતાઓને પામી શકશો.
ધન રાશિના લોકો માટે આ સ્થળાંતર એને લીધે થોડો મિત્રો સાથે મતભેદ થઈ શકે. નામ ખરાબ થાય તેવું કાર્ય ન કરવું. માનસિક શાંતિ માટે પાણીમાં લાલ ફૂલ અને સિંદૂર નાખીને સૂર્યદેવતાને અર્પણ કરવું. પોતાનું કાર્ય ધીરજ અને સંયમ રાખીને કરવું.
મકર રાશિમાં આ સ્થળાંતર જીવનમાં સંઘર્ષ વધારી શકે અને કાર્ય પૂરા કરવા માટે તમારે અધિક મહેનત કરવી પડે. સ્વાસ્થ્યની કાળજી રાખવી. કાર્યક્ષેત્રમાં બદલાવ અને ટ્રાન્સફર થઇ શકે. પારિવારિક જીવનમાં વિવાદ નો થાય તેનું ધ્યાન રાખવું.
મીન રાશિના લોકો માટે આ સ્થળાંતર તમારી પરીક્ષા લઈ શકે. પરંતુ સાથે મહેનત કરવાથી સફળતા પ્રાપ્ત થશે, અને માનસિક શાંતિ મળશે. યાત્રાઓ થઈ શકે. અને ધાર્મિક તેમજ રીતિરિવાજો ના કાર્યમાં તમારું મન લાગ્યું રહેશે.