સુશાંત સિંહ ના કેસમાં ઘરના સ્વીપરે ખોલ્યા ઘણા રહસ્યો…
પોલીસની ટીમે ઘરના સ્વીપર સાથે પણ પૂછપરછ કરી હતી. તેણે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે રિયા મેડમ ની પરમીશન વગર કોઈ ઘરમાં ન આવી શકતું. મેડમ જ નક્કી કરતી હતી કે સુશાંત ના રૂમ ને સાફ કરવો છે કે નહીં, ખાસ કરીને રૂમમાં કોઈ પણ બહારના કર્મચારીને જવા દેવામાં આવતા હતા નહીં. અને એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેઓ પોતે જ પોતાના કર્મચારીઓ સાથે ન મળી શકતા.
તદુપરાંત ફિલ્મ નિર્દેશક નો પણ એસઆઈટી એ સ્ટેટમેન્ટ લીધું હતું. જણાવી દઈએ કે ફિલ્મ નિર્દેશક rumi jaffery નું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું, જણાવી દઈએ કે lockdown પછી સુશાંત સિંહ રાજપૂત અને રિયા બંને નિર્દેશકની ફિલ્મમાં કામ કરવાના હતા. અને આ બાબતની વાત તેઓને માર્ચમાં જ થઈ હતી. તદુપરાંત આ ફિલ્મ તે સુશાંત અને રિયા ની બન્નેની પહેલી એવી ફિલ્મ હતી જેમાં તેઓ સાથે નજરે આવવાના હતા. નિર્દેશકે જણાવ્યું હતું કે જ્યારે પણ lockdown આગળ વધતું હતું ત્યારે સુશાંત થોડા અપસેટ થઈ જતા હતા.
આ સિવાય ડીજીપી દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ની મૃત્યુના મામલાનો સંપૂર્ણ સત્ય બિહાર પોલીસ સામે લાવશે. ડીજીપી ગુપ્તેશ્વર પાંડે એ જણાવ્યું હતું કે તે લોકો રહસ્ય પરથી પડદો ઉઠાવી ને રહેશે, બિહાર પોલીસની ટીમ મુંબઈમાં કેમ કરીને રહે છે અને આખા સમગ્ર મામલાની તપાસમાં જોડાયેલી છે. જોકે તેઓ એમ પણ કહ્યું હતું કે બિહાર પોલીસની ટીમ ને મુંબઈ પોલીસે શરૂઆતમાં અપેક્ષિત સહયોગ આપ્યો ન હતો પરંતુ પટનાના ઉચ્ચ પોલીસ અધિક્ષક દ્વારા ત્યાં વાત કરવામાં આવી પછી સંપૂર્ણ સહયોગ આપવાનું આશ્વાસન મુંબઈ પોલીસે આપ્યું છે.