|

ડાયાબિટીસ ના આ લક્ષણો દેખાય તો તુરંત કરાવો શુગર ચેક અપ

ડાયાબિટીસ એટલે કે લોહીમાં શુગર વધી જવાની બીમારી નો ફેલાવો તેજીથી થઈ રહ્યો છે. ઘણા બધા લોકોને આ બીમારી ઝપટમાં લઈ ચૂકી છે અને ઘણા બધા લોકોને આ બીમારી નો એહસાસ થતો નથી અને જ્યારે કોઈપણ શરીરના ભાગને નુકસાન થાય કે પછી શરીરમાં કંઈ અચાનક ફેરફાર થાય ત્યારે ખબર પડે છે કે તેઓને ડાયાબિટીસની બીમારી છે. જણાવી દઇએ કે આ બીમારીનો સમયસર ઈલાજ પણ જરૂરી છે અને સમયસર ઓળખ કરવી પણ જરૂરી છે. આજે અમે થોડા એવા લક્ષણો વિશે જણાવવાના છીએ જે હોવાથી ડાયાબિટીસ હોવાની શક્યતા હોઇ શકે છે અને જો આ લક્ષણો તમારામાં દેખાતા હોય તો શુગરની ટેસ્ટચુ કરાવી લેવી જોઈએ કારણ કે શરૂઆતમાં જ આવી સમસ્યાઓ પર ધ્યાન આપીએ તો બીજી બધી મોટી નુકસાન અને સમસ્યાઓથી બચી શકાય છે.

જ્યારે શરીરમાં સુગર લેવલ વધી જાય ત્યારે વારંવાર યુરિન ની સમસ્યા રહે છે. શરીરમાં જમા થયેલું સુગર યુરિન વાટે શરીરની બહાર આવવા લાગે છે.

શરીરમાં જ્યારે શુગર લેવલ વધી જાય ત્યારે વારંવાર ભૂખ લાગવા લાગે છે આથી જો પહેલા કરતા વધારે ખાવાનું ખાઈ રહ્યા હોય અને છતાં પણ તમારું પેટ ન ભરાતું હોય તો આ પણ એક લક્ષણ હોઈ શકે છે જેના હિસાબે સુગર તમારા શરીરમાં હોઈ શકે છે.

જેમ વધારે ભોજન જમીએ તેમ શરીર વધવું જોઈએ પરંતુ શરીર વધતું ન હોય અથવા શરીરમાં અચાનક વજન ઘટી જાય તો આ પણ સુગરના લક્ષણ હોઈ શકે છે.

ડાયાબિટીસના કારણે આંખો પર પર પણ ખરાબ પ્રભાવ પડી શકે છે. જેનાથી તમને દેખાવાનું ઓછું થઈ શકે છે. સુગર ના કારણે આંખો ના પરદા પર પણ નુકશાન થઇ શકે છે અને ઘણી વખત સુગરના કારણે જો નજરમાં કાંઈ થાય તો તે ઠીક થઈ શકતી નથી.

આ સિવાય જો આખો દિવસ દરમિયાન શરીરમાં આળસ મહેસુસ થતી હોય અને થોડું પણ કામ કર્યા પછી થાક લાગતો હોય અથવા પછી આખી રાત નીંદર કર્યા પછી પણ તમને એવું મહેસુસ થતું હોય કે નીંદર પૂરી નથી થઈ તો આપણ ડાયાબિટીસના લક્ષણ હોઈ શકે છે જેથી સુગર ટેસ્ટ કરાવી લેવી જોઈએ

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts