સવારે ખાલી પેટ ચા પીવો છો? તો એક વખત આ જરૂર વાંચી જજો
સામાન્ય રીતે ઘણા લોકોને સવારે જાગ્યા પછી તરત જ ચા પીવાની આદત હોય છે. આમ જોવા જઈએ તો આમાં કોઈ વાંધો નથી, પરંતુ જો ખાલી પેટ ચા પીવામાં આવે તો શરીર માટે સમસ્યા ઊભી થઈ શકે છે. તમને કદાચ અજુગતું લાગશે પરંતુ ખાલી પેટ ચા પીવામાં આવે તો તેના ઘણા નુકસાન થઈ શકે છે. જેમકે ખાલી પેટ ચા પીવાથી શરીરમાં એસિડની માત્રા પણ વધી જાય છે. આયુર્વેદમાં પણ ચા વિષે કહેવાયું છે.
આયુર્વેદમાં ચા સાથે એક બે બિસ્કિટ નું સેવન કરવાની પણ સલાહ આપવામાં આવે છે. પરંતુ માત્ર એસીડીટી જ નહિ ઘણા નુકસાન પહોંચી શકે છે ચાલો જાણીએ તેના વિશે..
આ સાથે આદુવાળી ચા પીવાથી ગેસની સમસ્યા પણ શરીરમાં થઈ શકે છે. આથી આદુવાળી ચા ખાલી પેટ ન પીવી જોઈએ.
ઘણા લોકો ખાલી પેટે બ્લેક ટી પીતા હોય છે. પરંતુ બ્લેક ટી નું સેવન કરવાથી પેટ ફૂલે છે અને પેટ ફૂલવા ને કારણે મોટાપો પણ વધે છે.
જ્યારે ખાલી પેટ ચા પીવામાં આવે અને ખાસ કરીને દૂધવાળી ચા પીવામાં આવે ત્યારે દિવસ દરમિયાન વધુ પડતો થાક લાગે છે. સાથે સાથે મિજાજ પણ ચીડિયો થઈ જાય છે.