સ્વાસ્થ્ય સારું રહે તે માટે કઇ બ્રેડ ખાવી છે હિતાવહ? જાણો બ્રેડ ના પ્રકાર વિશે સંપૂર્ણ માહિતી
આજકાલ ઘણી વખત આપણે બહુ વ્યસ્ત હોય અથવા જો કંઈક ઇન્સ્ટન્ટ ખાવાનું બનાવવા માટે ઈચ્છતો બ્રેડ નો નાસ્તો કરી લઈએ છીએ, એટલે કે બ્રેડ માંથી બનતી વસ્તુઓ ખાઈ લઈએ છીએ. તમને જણાવી દઈએ કે બ્રેડમાં બધી બ્રેડ ફાયદાકારક હોતી નથી એવી જ રીતે બધી બ્રેડ નુકસાનકારક પણ નથી હોતી. પરંતુ બેડ કયા પ્રકારની હોય અને તમે કેટલી માત્રામાં સેવન કરો છો તે પ્રમાણે તેની સ્વાસ્થ્ય પર અસર થાય છે.
આથી આજે બ્રેડ વિશે માહિતીઓ જણાવવાના છીએ જે કદાચ તમે જાણી નહિં હોય, તમારે કઈ બ્રેડ ખાવી જોઇએ અને તેના ફાયદા શું છે તેની સંપૂર્ણ જાણકારી મળશે. ચાલો જાણીએ…
આપણે બજારમાં મળી આવતી વધારે પડતી સેન્ડવિચ બ્રેડ માં ફુક્ટોસ સુગરની માત્રા વધુ હોય છે. અને આજે તત્ત્વોમાંથી બનાવવામાં આવે છે તેમાં પણ ફાઈટ્રિક એસિડ હોય છે. જે શરીરમાં અમુક પ્રક્રિયાઓને થતી રોકે છે, આથી બને ત્યાં સુધી આવી બ્રેડનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. અને ઘણુ સમજી વિચારીને આનું સેવન કરવું જોઈએ.
જે લોકોને ગ્લુટોન હજમ થતું ના હોય, તેવા લોકો માટે gluten ની બ્રેડ આવે છે. આ બ્રેડ બનાવવા માટે ચોખા,બદામ, બટાટા વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય સ્વસ્થ રહેવા માટે પણ ઘણી વખત આ બ્રેડ ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આવી બ્રેડનું વધારે માત્રામાં સેવન કરવું જોઇએ નહીં.