સ્વાસ્થ્ય સારું રહે તે માટે કઇ બ્રેડ ખાવી છે હિતાવહ? જાણો બ્રેડ ના પ્રકાર વિશે સંપૂર્ણ માહિતી
હોલ વીટ બ્રેડ આ નામ પાછલા ઘણા વર્ષોમાં ઘણું ચર્ચામાં આવ્યું છે, કારણ આ બ્રેડ ને સંપૂર્ણપણે લોટમાંથી બનાવવામાં આવે છે. કે જેમાં નુકસાન ઓછા હોય છે અને સાથે સાથે એવા તત્વો રહેલા છે જે મગજને કાર્યરત રાખી ને વજન પણ ઘટાડવામાં મદદ કરે છે.
ડોક્ટર ઘણા લોકોને બ્રાઉન બ્રેડ ખાવાની સલાહ આપે છે. પરંતુ સ્વાસ્થ્ય માટે સફેદ બ્રેડ પણ સારી છે, કારણકે લો કેલરી, ફાઇબર, મેગ્નેશિયમ, અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોવાથી તેનું સેવન સ્વાસ્થ્ય માટે સારું છે. આ સિવાય કિડની પ્રોબલેમ, બ્લડ શુગર, લીવર માટે પણ ફાયદાકારક નીવડી શકે છે. પરંતુ જો જો આનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે, આથી ભૂલથી પણ વધુ માત્રામાં સેવન કરવું જોઇએ નહીં.
બ્રાઉન બ્રેડ માં વિટામિન ફાઈબર અને nutritions હોય છે જે તમારું સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ કરે છે. અને બ્રાઉન બ્રેડ થી વજન પણ ઓછું કરી શકાય છે. આથી જ ઘણા લોકોને ડોક્ટરો આ બ્રેડનું સેવન કરવાની સલાહ આપતા હોય છે.
તમે ઘણા રેસ્ટોરન્ટમાં ગયા હશો તો ખ્યાલ હશે કે ત્યાં તમને મલ્ટિગ્રેન બ્રેડ નું ઓપ્શન આપવામાં આવે છે. આ બ્રેડને ખાઈ તો શકાય છે પરંતુ પોષણની દ્રષ્ટિએ બીજી બ્રેડ કરતા આ બ્રેડ વધુ સારી છે, આ બ્રેડને પચવામાં પણ લાંબો સમય લાગતો હતો નથી. અને લાંબા સમય સુધી પેટ ભર્યું રહે છે.