જીવનનો બધો સ્ટ્રેસ દુર કરવો હોય તો 2-3 મિનીટનો સમય કાઢી આ વાંચી લેજો

એક દિવસ એક મનોવૈજ્ઞાનિક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને સ્ટ્રેસથી દૂર રહેવા માટેના ઉપાયો જણાવતા હતા. ત્યારે તે શિક્ષકે એક પાણીનો ગ્લાસ ઉપાડ્યો અને વિદ્યાર્થીઓએ તેમની સામે જોયું. લગભગ બધા વિદ્યાર્થીઓને એમ જ લાગ્યું કે હમણાં શિક્ષક પૂછશે કે ગ્લાસ અડધો ખાલી છે કે અડધો ભરેલો છે? પરંતુ શિક્ષકે આ ની જગ્યા પર પૂછ્યું કે મેં જે પાણીથી ભરાયેલો ગ્લાસ પકડ્યો છે તે કેટલો ભારી છે?

વિદ્યાર્થીઓએ ઉતર આપવાનું શરૂ કર્યું, ઘણા લોકોએ કહ્યું કે કદાચ અડધું લીટર પાણી હશે. ઘણા લોકોએ કહ્યું કે કદાચ એક લિટર પાણી હશે. ઘણા લોકોએ કહ્યું કે ગ્લાસ નો ભાગ 250 ml જેટલો હશે.

શિક્ષકે કહ્યું મારા નજરમાં જોઈએ તો આ ગ્લાસ કેટલો ભારી છે તે કંઈ મહત્વનું નથી. પરંતુ એ ખૂબ જ મહત્વનું છે કે હું આ ગ્લાસને કેટલા સમય સુધી પકડી રાખું છું. જો હું આ ગ્લાસને એક અથવા 2 મિનિટ સુધી પકડી રાખું છું તો આમ અને હલકો જ લાગશે. જો હું આ ગ્લાસને એક કલાક સુધી પકડી રાખીશ તો આ ગ્લાસના ભારથી મારા હાથમાં થોડો દુખાવો થશે.

અને જો હું આ ગ્લાસ આખો દિવસ પકડી રાખીશ તો મારા હાથ એકદમ શું પડી જશે અને આ જ શરૂઆતમાં હલકો લાગી રહેલો પાણીનો ગ્લાસ નો ભાર એટલો બધો વધી જશે કે મારા હાથમાંથી હવે ગ્લાસ છુટવા લાગશે. આ ત્રણેય પરિસ્થિતિ જોઈએ તો તેમાં ગ્લાસનો ભાર બદલતો નથી. પરંતુ હું એને કેટલા સમય સુધી પકડી રાખું છું તે પ્રમાણે મને તેના ભારનો એહસાસ થવા લાગે છે.

આટલું સમજાવ્યા પછી શિક્ષકે આગળ વિદ્યાર્થીઓને કહ્યું કે તમારા જીવનની ચિંતાઓ અને સ્ટ્રેસ ઘણા અંશે આ પાણીના ગ્લાસની જેમ જ છે. તમે તેને થોડા સમય સુધી વિચારો તો કંઈ થતું નથી. થોડા વધારે સમય સુધી વિચારો તો એનાથી થોડો માથાનો દુખાવો થવા નો એહસાસ થાય છે. પરંતુ આખો દિવસ એના જ વિશે વિચારો તો આપણું મગજ સુન્ન થઈ ને ગતિહીન બની જાય છે.

કોઈપણ ઘટના અથવા પરિણામ આપણા હાથમાં નથી. પરંતુ આપણે એને કઈ રીતે હેન્ડલ કરીએ છીએ તે બધું આપણા જ હાથમાં છે. ખાલી જરૂરત છે કે આ પાણીના ગ્લાસના ઉદાહરણ ને સાચી રીતે સમજવાની.

જો આ વસ્તુ તમારા મગજમાં ઉતરીને જિંદગીમાં અમલ લાવી દીધો તો આજ પછી થી તમે સ્ટ્રેસ અને ટેન્શન ફ્રી રહી શકશો.

તમે સ્ટ્રેસ અને ટેન્શન ને આવતા તો નથી રોકી શકતા, પરંતુ એક વસ્તુ તમે કરી શકો છો કે તે બંને તમારા મગજ ઉપરનો કંટ્રોલ લઈ લે તે પહેલા તમારા મગજ પરનો તમારો કંટ્રોલ એટલો મજબૂત કરી નાખો કે ગમે તેટલી ચિંતા કે સ્ટ્રેસ હોય તો પણ આપણું મગજ ફ્રેશ રહી ને કામ કરી શકે.

જો આ સ્ટોરીમાથી તમને પ્રેરણા મળી હોય તો કમેન્ટમાં તમારો અભિપ્રાય આપજો. અમે આવી વાર્તાઓ મુક્તા રહેશું. તમારા મિત્રો તેમજ સગા-સબંધીઓ સાથે આ વાર્તા જરૂર થી શેર કરજો.

આ સ્ટોરી ને લાખો લોકો સુધી પહોંચાડવા માટે દરેક ગ્રુપ માં શેર કરજો...

Read more

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team