જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ 6 ખરાબ ટેવ હકીકતમાં છે સારી

આપણે નાનપણથી જ આપણા વડીલો અને આપણા સ્નેહીઓ તરફથી ઘણું બધું સાંભળતા આવ્યા હોઈએ છીએ જેમ કે આ ન કરવું જોઈએ તે ન કરવું જોઈએ, આ કરવું તે કુટેવ છે. આને સારી ટેવ માં બદલવી જોઈએ. વગેરે વગેરે, આથી ઘણી અમુક આદતો છે જે કુટેવ છે પરંતુ જેટલી સમજવામાં આવે છે એટલી નહીં. ઘણી આદતો જો વ્યવસ્થિત રીતે અપનાવવામાં આવે તો તે ફાયદામંદ સાબિત થઈ શકે છે, જોકે આ આદત અને કુટેવમાં બદલી દેવામાં આવે તો તે ઘાતક પણ નીવડી શકે છે.

ચાલો જાણીએ એવી આદતો વિશે…

નાનપણમાં તમે બધા જોડે કોઈને કોઈ વાર સાંભળ્યું હશે કે આઈસ્ક્રીમ ખાવો જોઈએ નહીં. પરંતુ વૈજ્ઞાનિકો અનુસાર આઇસ્ક્રીમ ખાવા થી તનાવમુક્ત રહી શકાય છે. દૂધ અને મલાઈ થી બનેલો આઈસ્ક્રીમમાં એમિનો એસિડ ટ્રિટોફેન હોય છે, જે મગજને શાંત કરવામાં મદદ કરે છે. આ સિવાય તે વ્યક્તિના મૂડમાં અને નિંદરમાં પણ સુધારો આવે છે.

નખ ચાવવાની ટેવો હોય અથવા અંગૂઠો ચૂસતા હોય તો આપણે બાળકોને તેવુ કરતા રોકીએ છીએ પરંતુ જણાવી દઇએ કે આવું કરવાથી એલર્જી થવાની સંભાવના ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે. કેમકે તેના શરીરમાં પ્રતિરોધી તંત્ર એક ખાસ રીતે વિકસિત થઈ જાય છે. આ આદત જોકે સ્વાસ્થ્ય માટે સારી નથી પણ એટલી બધી હાનિકારક પણ નથી.

ઘણા લોકો કહે છે કે વજન ઓછું કરવા માટે ક્રેશ ડાયટિંગ કરીએ તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. પરંતુ અભ્યાસકર્તાઓનું કહેવું છે કે ક્રેશ ડાએટ કરવું તે સ્વાસ્થ્ય અને વજન ઓછું કરવા માટે કારગર ઉપાય છે. પરંતુ તેમાં પ્રોટીન યુક્ત આહાર વધુ હોવો જોઈએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts