ચા કે કોફી: આપણા સ્વાસ્થ્ય માટે સૌથી સારું શું છે?
ઘણા લોકો ચા અને કોફી માટે મોટા ભાગે ચા પીવાનું પસંદ કરે છે તો ઘણા લોકો ચા અથવા કોફી બંને પીવાનું પસંદ કરતા હોય છે, તો ઘણાને માત્ર કોફી જ પસંદ હોય છે. પરંતુ કોઈ દિવસ એવું વિચાર્યું છે કે આપણા શરીર માટે કોફી કે ચા શું પીવામાં આવે તો ફાયદો પહોંચે છે. હવે તેમાં શરીરને કઈ પ્રકારની એનર્જીની જરૂર છે તે પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે અને જ્યાં સુધી વજન ઘટાડવા ની વાત છે તો આ બંને વસ્તુ માં ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે, પરંતુ આજે આપણે અહીં એકઠી કરેલી માહિતીઓ જણાવવાના છીએ જેનાથી તમે નિર્ણય લઈ શકો છો.
કેફીન નામ તમે સાંભળ્યું હશે, સૌપ્રથમ તો જણાવી દઈએ કે કેફિન એટલે શું? એ એક ઉત્તેજક રાસાયણિક દ્રવ્ય આવે છે જે ચા અથવા કોફીમાં મળી આવે છે. રિસર્ચ અનુસાર જામા કોફી કરતાં પણ વધારે કેફીન મળી આવે છે. પરંતુ તૈયાર થયા પછી કોફીની તુલનામાં ચામાં કેફી ઓછું થઈ જાય છે. દિવસભર આપણે કામ કરવા માટે જે ઉર્જાની જરૂર પડે છે તેના માટે કેફિન જરૂરી છે પરંતુ જો શરીરમાં કેફિન વધારે માત્રામાં જમા થઈ જાય અથવા વધારે માત્રામાં આવે તો તે શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આથી જો તમે કેફીનની ઓછી માત્રા આવે એ રીતે જુઓ તો ચા એ તમારા માટે વધારે સારું ઓપ્શન સાબિત થઈ શકે છે.
એન્ટિઓક્સિડન્ટ આ શબ્દ તમે ઘણી વખત વાચ્યું હશે, એન્ટિઓક્સિડન્ટ્સ શરીરમાં રહેલા તત્વોને શરીરની બહાર કાઢે છે, એટલે કે તે શરીરને detox કરવાનું કામ કરે છે. આ બાબતમાં પણ કોફી કરતા વધુ સારા પરિણામ ચા માં મળે છે કારણકે ચામાં મળી આવતા એન્ટીઓક્સીડન્ટ તત્વ શરીરને ડિટોક્સ કરવા માટે વધુ સારા માનવામાં આવે છે. અને વાત જ્યારે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ચા ની આવે તો તેમાં સૌથી પહેલો નંબર ગ્રીન ટીનો આવે છે. જોકે દરેક પ્રકારની ચા માં એન્ટિઓક્સિડન્ટ મળી આવે છે જે શરીર માટે ફાયદાકારક હોય છે. અને કોફી માં પણ આ તત્વો રહેલા છે પરંતુ ચા ના પ્રમાણમાં તેઓ ઘણા ઓછા હોય છે.
જો તમને ડાયાબિટીસ હોય અને સુગર કન્ટ્રોલ કરવાનું વિચારી રહ્યા હોય તો ચા ની જગ્યાએ કોફી પીવી જોઈએ કારણકે કોફી ટાઇપ ટુ ડાયાબિટીસના ખતરાને ઓછો કરવામાં મદદગાર સાબિત થઇ શકે છે. કોફી માં રહેલા તત્વો બ્લડ શુગર લેવલ ને કંટ્રોલ કરી શકે છે અને શરીરમાં ઈન્સ્યુલિનના લેવલને પણ જાળવી રાખે છે.
આ સિવાય જો તમે વજન ઘટાડવા માટે કંઈ પણ કસરત કરતા હોવ અથવા જિમમાં જતા હોય તો બ્લેક કોફી તમારા માટે પરફેક્ટ રહેશે કારણકે આ તમારા શરીરના મેટાબોલિઝમને વધુ સારી બનાવે છે અને તમે વર્કઆઉટ દરમિયાન વધુ કેલરી શકો છો. આ સિવાય જો તમે ડાયટિંગ માત્ર થી વજન ઘટાડવાનું વિચારી રહ્યા હોવ તો બ્લેક ટી તમારા માટે બેસ્ટ છે.